તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરની અમરસર ફાટકથી કાર ચાલકે મોપેડને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું મોત


SHARE











વાંકાનેરની અમરસર ફાટકથી કાર ચાલકે મોપેડને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું મોત

વાંકાનેર પાસે આવેલ અમરસર ફાટકથી આગળના ભાગમાં મોપેડ લઈને જતા વૃદ્ધના વાહનને કાર ચાલકે પાછળથી હડફેટે લીધું હતું જેથી કરીને વૃદ્ધને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ કાર ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા ફિરોજભાઈ ઉસ્માનભાઈ શેરસીયા જાતે મોમીન (ઉંમર ૩૪) એ હાલમાં કાર નં જીજે ૩ એચકે ૫૧૪૦ ના ચાલકની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના પિતા ઉસ્માનભાઈ આહમદભાઈ શેરસીયા (૬૬) પોતાનું મોપેડ નંબર જીજે ૩ એફઆર ૭૨૨૨ લઈને અમરસર ફાટકથી આગળના ભાગમાં પોતાની એક વાડીએથી બીજી વાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે બેફિકરાઈથી તેની કાર ચલાવીને પાછળથી મોપેડને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઉસ્માનભાઈ શેરસિયાને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News