મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાની ગાયત્રીનગર તાલુકા સ્કુલમાં વ્યસનની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધા  યોજાઇ


SHARE











ટંકારાની ગાયત્રીનગર તાલુકા સ્કુલમાં વ્યસનની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધા  યોજાઇ

મોરબી ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડાના સયુંકત ઉપક્રમે ટંકારા ખાતે આવેલ ગાયત્રીનગર તાલુકા સ્કુલમાં વ્યસનની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ ૬ થી ૮ ના કુલ ૫૦ બાળકોએ ભાગ લીધે હતો અને પોતાની મૌલિકતાથી વ્યસનની જાગૃતિ ઉપર નિબંધ લખેલ, સ્પર્ધામાં પ્રથમ ક્રમે પંડયા ટીંકલ કાલીચરણ, દ્રિતીય ક્રમે પાંચોટિયા ભૂમિ વિમલભાઈ તથા તૃતીય ક્રમે કુંઢીયા વિરાજ વિજયભાઈ વિજેતા બન્યા હતા તેને ઇનામ આપવામાં આવેલ હતા તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા ત્યાર બાદ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો, આ કાર્યક્રમમાં ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેષભાઈ પટેલ, તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ, પી.એચ.સી. આર.બી.એસ.કે. ડો. વિશાલ તેરૈયા, ડો.ચિત્રાંગી પટેલ, પી.એચ.સી. સુપરવાઈઝ ગોસાઈભાઈ, સી.એચ.ઓ, એમ.પી.એચ.ડબ્લ્યુ, એફ.એચ.ડબ્લ્યુ  પણ હાજર રહેલ હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય રસિકભાઈ ભાગીયા અને તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ હતી






Latest News