મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના માધાપરામાં થયેલ માથાકૂટમાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE







મોરબીના માધાપરામાં થયેલ માથાકૂટમાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીના માધાપરા શેરી નં- ૧૯ માં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી ત્યારે ગાળો આપવામાં આવી હતી બાદમાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


મોરબીના માધાપર વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થઈ હતી અને બોલાચાલી બાદ ફાયરિંગ પણ કરવામાં આવ્યા હતા જે બનાવ સંદર્ભે સામસામી ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારે તુલસીભાઈ હસમુખભાઈ શંખેસરિયા જાતે કોળી (૩૨) રહે. રાજનગર પંચાસર રોડ વાળાએ દેવદિપસિંહ દરબારવીરેન્દ્રસિંહ દરબાર અને એક અજાણ્યા શખ્સ આમ ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેના મામાના દિકરા રાહુલભાઈ અને રાજુભાઈની સાથે આરોપીઓ ઝઘડો કરતા હતા જેથી કરીને તે ત્યાં આરોપીઓને સમજાવવા માટે આવ્યો હતો દરમ્યાન દેવદિપસિંહને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને વિરેન્દ્રસિંહએ  લાકડાના ધોકા વડે માર્યો હતો અને અન્ય અજાણ્યો શખ્સ હતો તેને પણ પાઇપ વડે માર મારતા ઈજાઓ થઈ હતી અને જાનથી મારી નાખવાની ફરિયાદીને ધમકી આપવામાં આવી હતી જે ગુનામાં એ ડિવિઝન પોલીસ દ્વારા અગાઉ બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં વધુ એક આરોપી સંગ્રામસિંહ જોરૂભા જાડેજા (૬૫) રહે. અંબિકા રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.






Latest News