મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

નેપાળીથી સાવધાન : મોરબીના રવાપર ગામે ફલેટમાં ચોકીદાર સાથે મળીને ૫.૯૦ લાખના મુદામાલની ચોરી કરનાર પુનાથી પકડાયો


SHARE











નેપાળીથી સાવધાન : મોરબીના રવાપર ગામે ફલેટમાં ચોકીદાર સાથે મળીને ૫.૯૦ લાખના મુદામાલની ચોરી કરનાર પુનાથી પકડાયો

મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ વેલકમ પ્રાઇડમાં રહેતા ડોકટરના ઘરને ચોકીદાર અને તેની સાથે આવેલા શખ્સોએ નિશાન બનાવેલ છે અને સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળીને ઘરમાંથી કુલ ૫,૯૦,૦૦૦ ના મુદામાલની ઘરફોડ ચોરી થયેલ છે જેની ફરિયાદ નોંધાવાયેલ હતી જેમાં એલસીબી સ્ટાફે પુના ખાતેથી ચોર ટોળકી પૈકીનાએકને પકડી પાડેલ છે.

મોરબીના રવારર ગામે રવાપર-ધુનડા રોડ ઉપર આવેલ વેલકમ પ્રાઇડના સી વીંગમાં ફલેટ નંબર ૯૦૧ માં રહેતા ર્ડો.અલ્કેશ નાગરભાઇ પારેજીયા જાતે પટેલ (૪૫) એ ઉપરોકત ચોરી બાબતે જેતે સમયે વેલકમ પ્રાઇડના સી-બ્લોકના બહાદુર (વોચમેન) જૈદાન લુવાર માનસીંગ પુનકા રહે.સાની ત્રીવેણી ગાંવ પાલીકા કાલીકોટ ઉર્ફે જગત બહાદુર તથા તેની સાથેના બે અજાણ્યા માણસોએ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેઓએ જણાવ્યુ હતુ છે કે, તા.૨૬-૧૦ ના રાત્રીના ૨:૫૨ થી ૪:૧૦ વાગ્યાના સમય ગાળામાં આરોપીઓ દ્વારા ચોરી કરવામાં આવી છે અને આરોપી બહાદુર વોચમેન જૈદાન લુવાર માનસીંગ પુનકાઓ અન્ય અજાણ્યા બે ઇસમોને બોલાવી તેમના રહેણાંક એપાર્ટમેન્ટના ફલેટ નંબર સી ૯૦૧ ઉપરના ટેરેસના પાછળના દરવાજાના એલ્યુમિનીયમની બારી ખોલી રૂમમાં આવ્યા હતા અને નીચેના તથા ઉપરના રૂમના કબાટના લોકર તોડીને ગેસ્ટ રૂમમા રાખેલ રોકડા રૂપીયા ૧,૮૦,૦૦૦ તથા દીકરીના ગલ્લાના રૂપિયા ૧૦,૦૦૦ તથા ફરીયાદીની રોજગોલ્ડ સોનાની લકી ત્રણ તોલાની જેની કિંમત ૯૦,૦૦૦, રોજગોલ્ડ સોનાનો ચેન ચાર તોલાનો જેની કિંમત ૧,૨૦,૦૦૦, સોનાની વીટી પ ગ્રામ જેની કિંમત ૧૫,૦૦૦, સોનાનો સીકો ૧૫,૦૦૦, ચાંદીના દાગીના જેમાં બે જોડી સાંકળા ૮૦૦૦, બે ચાંદીના સીકકા ૧૦૦૦, ચાંદીની કંકાવટી ૧૦૦૦, ઉપરના માળે રૂમના કબાટમાં રાખેલ રોકડા રૂપિયા ૧,૫૦,૦૦૦ આમ કુલ મળીને ૫,૯૦,૦૦૦ ના મુદામાલની ચોરી કરી હતી જેની તપાસ દરમિયાન મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે ચોર ત્રિપુટી પૈકીના તપેન્દ્ર બહાદુર મહલસિંગ શાહી જાતે ઠાકુર (ઉમર ૨૩) હાલ રહે.બેંગલોર કોટ કટનાલી કર્ણાટક મૂળ રહે.નેપાળ વાળાને બાતમીના આધારે મહારાષ્ટ્રના પુના ખાતેથી ઉપરોક્ત ગુનામાં પકડી પડ્યો હતો અને હાલ આરોપીને આગળની તજવીજ માટે એ ડિવિઝન પોલીસ હવાલે કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News