મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ના બહેનો દ્વારા લગ્નગીતોત્સવ ઉજવાયો


SHARE







મોરબીમાં ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ના બહેનો દ્વારા લગ્નગીતોત્સવ ઉજવાયો

ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની વિવિધ શહેરોની ૧૪ શાખાઓ વચ્ચે મોરબી સરસ્વતી શીશુમંદિર ખાતે રવિવાર દીનાંક ૨૫ ડિસેમ્બરના રોજ ભારતીય સંસ્કૃતિ,પરંપરાના સંવર્ધન અને જાણવણી તથા આવનાર પેઢીને આપણી પરંપરા, સંસ્કૃતિનું મહત્વ સમજાય તે હેતુથી લગ્નગીતોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

સવારથી વિવિધ શાખાઓમાંથી પધારેલ બહેનો અને પરિવારની હાજરીમાં લગ્ન ગીત સ્પર્ધા ભારતમાતા પૂજન અને દીપ પ્રાગટ્ય સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો.આ તકે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, મહીલા અગ્રણી મંજુલાબેન દેત્રોજા , ભા.વિ.પ. ના ટ્રસ્ટી ડો.તેજસભાઇ પૂજારા, પ્રાંત અધ્યક્ષ વિરલબેન પારેખ, પ્રાંત સચિવ જાગૃતિબેન ઠક્કર, પ્રાંત ખજાનચી પિયુષભાઈ ઠક્કર સહિતના  અધિકારીઓ તથા અગ્રગણ્ય નાગરિકોએ ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવેલ.

લગ્નની અલગ અલગ વિધિઓની થીમ પર દરેક શાખા દ્વારા એક ગીત રજૂ કરવામાં આવેલ છે.પ્રારંભ ગણેશ સ્થાપન, કંકોત્રી વધાવો, મામેરું, સાંજી, પીઠી, જાન પ્રસ્થાન, જાન આગમન,  મંગળફેરા, ફટાણા, વિદાય પ્રસંગ, આમ વિવિધ ૧૬ પ્રકારની વિધિઓના લગ્નગીતોની સ્પર્ધા યોજવામાં આવેલ.આ લગ્ન પ્રસંગના વિવિધ ગીતો પરની ખુબજ સુંદર આ સ્પર્ધા ખુબજ રસાકસી ભરી રહી.જાણે ખરેખર લગ્ન પ્રસંગ જ હોઈ તેવો અદભુત માહોલ સર્જાયો હતો. દરેક શાખાના બહેનોએ ઉત્સાહ પૂર્વક વિધિ અનુસાર તૈયાર થઈ વિવિધ વિધિઓનો તાદૃશ માહોલ ઉભો કરેલ છે

આ લગ્નગીતોત્સવ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મોરબીના ગીત સંગીત તજજ્ઞ એવા અશ્વિનભાઈ બરાસરા, મયુરીબેન કોટેચા, તુષારભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા અધ્યક્ષ જયેશભાઈ પનારા,  સચિવ અશ્વિનભાઈ રાઠોડ,  ખજાનચી ચિરાગભાઈ હોથી, મહિલા સંયોજિકા કાજલબેન ત્રિવેદી, ઉપપ્રમુખ હરેશભાઈ બોપલિયા, તથા મનુભાઈ કૈલા ,સંગઠનમંત્રી દિલિપભાઈ પરમાર, પૂર્વપ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદી,મનહરભાઈ કુંડારીયા, ધૃમીલભાઈ આડેસરા, મનોજભાઈ કાવર, હિરેનભાઈ ધોરીયાણી, હિંમતભાઈ મારવણીયા, પરેશભાઈ મિયાત્રા, એન. એન. ભટ્ટ, ડો.ઉત્સવ દવે વગેરેએ જહેમત ઉઠાવી હતી.






Latest News