સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ હાઈવે ઉપર અકસ્માત નિવારવા ટંકારા પોલીસનો નવતર પ્રયોગ બન્યો આકર્ષણનું કેન્દ્ર


SHARE





મોરબી રાજકોટ હાઈવે ઉપર અકસ્માત નિવારવા ટંકારા પોલીસનો નવતર પ્રયોગ બન્યો આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ-મોરબી હાઇવે ઉપર છાસવારે બનતા અકસ્માતના બનાવો લોકજાગૃતિથી અટકે તેવા હેતુથી ટંકારા પોલીસે નવતર પ્રયોગ હાથ ધરી પોલીસ મથક બહાર સ્ટેજ ઉભું કરી એક અકસ્માતગ્રસ્ત કાર પ્રદર્શિત કરી ધીરજ અને ખંત અકસ્માતનો અંત જેવા સૂત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

છેલ્લા લાંબા સમયથી રાજકોટ – મોરબી હાઇવે ઉપર અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે ત્યારે ટંકારા થાણા અમલદાર એચ આર હેરભા દ્વારા નવતર પ્રયોગ કરી લોકમાં અકસ્માત નિવારવા જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરાયો છે. ટંકારા પોલીસ મથક બહાર એક સ્ટેજ બનાવી અકસ્માતગ્રસ્ત કાર મુકવામાં આવી છે અને બાજુમાં જ એક મોટા હોર્ડિંગ બોર્ડ ઉપર આ કારમાં બે માનવીઓએ જિંદગી ગુમાવી હોવાનું લખાણ કરી અકસ્માત નિવારવા માટેના સૂત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.ટંકારા પોલીસ દ્વારા આ નવતર પ્રયોગમાં પ્રદર્શિત કરાયેલ હોર્ડિંગમાં ધીરજ અને ખંત લાવે અકસ્માતનો અંતઅકસ્માત એ કુદરતી દેણ નથી આપણું પરિણામ છેનસીબ બચાવે કોઈ વાર સુરક્ષા બચાવે વારંવાર જેવા સૂત્રો લખવામાં આવ્યા છે અને આ નવતર પ્રયોગથી અહીંથી પસાર થતા વાહન ચાલકો આકર્ષાઈ રહ્યા છે અને ઘડી બે ઘડી વિચારતા પણ થયા છે.




Latest News