મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા નજીક ડબલ સવારી બાઈકને હડફેટે લઇને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ આંદરણા ગામ પાસે ડબલ સવારી બાઇકને કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને સાળા અને બનેવીને ઈજા થઇ હોવાથી પ્રાથમિક સારવાર મોરબીની સિવિલમાં આપવામાં આવી હતી ત્યાર બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન બનેવીનું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને હાલમાં આ બનાવમાં ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના નીચી માંડલ ગામે રહેતા રાજુભાઈ શામજીભાઈ મકવાણા (૨૪) અને તેના બનેવી મહેશભાઈ બાબીનભાઈ મૂંજારીયા (૫૦) રહે. રવાપર રોડ મેલડી માતાજીના મંદિર પાસે વાળા બાઈક ઉપર ચરાડવાથી નીચી માંડલ બાજુ બાઇક લઈને આવી રહ્યા હતા ત્યારે આંદરણા પાસે કાર નં જીજે 36 એલ 3505ના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી મહેશભાઈ અને તેના સાળા રાજુભાઈને ઇજાઓ થઈ હતી માટે તેઓને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન મહેશભાઈ વાલજીભાઈ મૂંજારીયા (૫૦)નું મોત નીપજયું હતુ જેથી કરીને અકસ્માતના આ બનાવમાં સારવાર લીધા બાદ રાજુભાઈએ કાર ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજીવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિર પાસેથી કેનાલ રોડ ઉપર આવેલ સૂર્ય કીર્તિ સોસાયટીમાં આવેલ રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ બ્લોક નંબર 401 માં રહેતો દિવ્યાંશુ રમેશભાઈ ભીમાણી જાતે પટેલ ઉંમર વર્ષ 20 નામનો યુવાન તેનું સ્કૂટર નંબર ડીજે 36 એઇ 0150 લઈને પસાર થતો હતો ત્યારે અજાણી સ્વીફટ કારના ચાલકે તેના સ્કૂટરને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં યુવાનને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત સર્જીને કાર ચાલક નાસી છૂટ્યો હોય તેની સામે યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News