મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવને અજય લોરીયા સાથે હવે કંઇ લેવા દેવા નથીઃ આયોજકોનો નિર્ણય


SHARE











મોરબીની પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા અજય લોરીયાની દુર કરવામાં આવેલ છે જેની પ્રેસ મેટરમાં જણાવ્યુ છે કે, હમણાં સોશ્યલ મીડિયાના માધ્યમથી અમારા પાટીદાર નવરાત્રી ઉપર આંગળી ચિંધવામાં આવે છે અને ઘણા બધા આક્ષેપ કરવામાં આવે છે. પણ આ આક્ષેપ નવરાત્રી પર કેમ કરવામાં આવે છેએ પણ ખુબ સારી રીતે જાણીએ છીએ આ નવરાત્રી કોઈ એક વ્યક્તિ અજય લોરીયાની હોય એવું લાગતું હતું અને અજય લોરિયાએ આ પાટીદાર નવરાત્રીનો ઉપયોગ પોતાના નામ માટે, પોતાના સબંધ વધારવા માટે પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને પોતાના અંગત લાભ માટે કરેલ છે. જોકે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન માત્ર અજય લોરિયા દ્વારા નહીં પરંતુ અનેક લોકોના સહકારથી થતું હતું.

આ નવરાત્રીમાં વધતી રકમનો ક્યાંકને ક્યાંક સદઉપયોગ થાયએ હેતુથી અમે આ આયોજનમાં તન, મન અને ધનથી સેવા આપતા રહ્યા હતા. જો કે, અવારનવાર ઘણા સજ્જન માણસો દ્વારા અજય લોરિયા નામ જોગ અમને કહેવામાં આવતું કે અજય લોરિયા પાટીદાર નવરાત્રી મહોત્સવનો ઉપયોગ ફક્ત પોતાના અંગત સ્વાર્થ માટે કરે છે અને જે સેવા કાર્યનો સાચો જશ પાટીદાર નવરાત્રીના બધા આયોજકોને મળવો જોઈએ તે એક વ્યક્તિ લઈને એનો દુરપયોગ કરે છે

હમણા મોરબીમાં પતિ પત્નીના કંકાસનો એક બનાવ બનેલ છે તેનો સંપૂર્ણ પાપનો જવાબદાર અજય લોરિયા છે. આ બનાવમાં અમારા (નવરાત્રી મહોત્સવના) એક નિર્દોષ અને આયોજકો પૈકીના એક મેહુલનું નામ FIR માં અજયે ફરિયાદી પાસે લખાવડાવ્યું છે પરંતુ મેહુલભાઈ નિર્દોષ છે એના પુરાવા પણ છે. અજય લોરિયાના બીજા ઘણા બધા એવા કાંડની ચર્ચા સંભાળવામાં આવી છે. હવે આજથી અત્યારથી જ પાટીદાર નવરાત્રી મહોત્સવને અજય લોરિયા અને તેની સંસ્થા સેવા એજ સંપતિ ફાઉંડેશન સાથે કોઈ લેવા દેવા નથી. તેવુ પાટીદાર નવરાત્રીના આયોજકો જાણ કરીએ છીએ.

પાટીદાર નવરાત્રી મહોત્સવ દર વર્ષની જેમ ચાલુ રહેશે એવી આયોજકોએ ખાતરી આપી છે અને પાટીદાર નવરાત્રીનું ખુબ સુંદર અને કોઈ આંગળી ન ચીંધી શકે તેવું શિસ્તતાબદ્ધ આયોજન આવનાર સમયમાં કરીશું તેવુ આયોજકોએ જણાવ્યુ છે સાથો સાથે પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા કરવામાં આવતા સેવાકીય કામ કરતા રહેશું. પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન સમાજ સેવાના આશયથી કરવામાં આવ્યું હતું. પરંતુ આખે આખું નવરાત્રી મહોત્સવ આયોજન અજય લોરિયા ખુદ કરતો હોવાનો માહોલ ઉભો કરીને સમાજને ગેરમાર્ગે દોરવા ઉપરાંત મહોત્સવના અન્ય આયોજકો સાથે પણ દ્રોહ કર્યો છે આથી આયોજકો દ્વારા ના છૂટકે આજથી તેની હકાલ પટ્ટીનો નિર્ણય લેવામાં આવ્યો છે.






Latest News