ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના રાયસંગપર ગામ નજીકથી જામગરી બંદૂક સાથે એક પકડાયો મોરબીના રવાપર ગામે પાદરમાં ઈલેક્ટ્રીક શોટ લાગતાં યુવાનનું મોત: અજાણ્યા વૃદ્ધનું બીમારીની સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને કારે અડફેટ લેતા એકનું મોત એકને રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને કારે અડફેટ લેતા એકનું મોત: એકને રાજકોટ ખસેડાયો

મોરબીનો માળિયા હાઇવે અકસ્માતો માટે પંકાયેલો છે અને મહિનામાં અનેક મોટા અકસ્માતો આ રોડ ઉપર બનતા રહે છે જેમાં વધુ એક વાહન અકસ્માતના બનાવનો ગઈકાલે સાંજે ઉમેરો થયો છે જેમાં મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામની પાસે ડબલ સવારીમાં બાઈક લઈને જઈ રહેલા બે યુવાનોના બાઈકને કારના ચાલકે હડફેટે લેતા બંને ઇજાગ્રસ્ત યુવાનોને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન એક યુવાનનું મોત નિપજેલ છે જ્યારે એકને ગંભીર હાલતમાં ત્યાં દાખલ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે જ્યારે કારમાં સવાર બે લોકો(પિતા-પુત્ર) ને પણ ઈજા પહોંચી હોય તેમને સારવારમાં ખસેડાયા છે.

ઉપરોક્ત વાહન અકસ્માતના બનાવની મળતી વિગતો મુજબ મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામની પાસે ગઈકાલ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારીમાં બાઈક ઉપર જઈ રહેલા જીગ્નેશ રોહિત ચાવડા (ઉમર ૨૮) અને રાહુલ પ્રભાત ચાવડા જાતે આહિર (ઉમર ૨૧) રહે. બંને યમુનાનગર નવલખી રોડ મોરબીના બાઈકને વેગનઆર કારના ચાલકે હડફેટ લીધુ હતુ.જે બનાવમાં બાઈકમાં જઈ રહેલા રાહુલ પ્રભાતભાઇ ચાવડા તેમજ જીગ્નેશ રોહિતભાઇ ચાવડાને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ કારમાં સવાર રવિભાઈ ચૌહાણ (ઉમર ૫૫) અને વાસુભાઈ રવિભાઈ ચૌહાણ (ઉમર ૨૩) રહે.બંને જુનાગઢ નામના પિતા-પુત્ર સહિત ચાર લોકોને ઈજા પહોંચતા ચારેયને પ્રથમ મોરબીના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી રાહુલ ચાવડા અને જીગ્નેશ ચાવડાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં રાજકોટ ખાતે સારવાર દરમિયાન રાહુલ પ્રભાતભાઇ ચાવડા નામના ૨૧ વર્ષીય આહીર યુવાનનું મોત નીપજ્યું હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.જ્યારે જીગ્નેશ રોહિતભાઇ ચાવડા હાલ સારવાર હેઠળ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા અકસ્માત બનાવની નોંધ કરીને આ અંગે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા સુરેશભાઈ મનસુખભાઈ પુજારા નામના ૬૯ વર્ષીય વૃદ્ધ ઘરેથી દુકાને જવા માટે સાયકલ ઉપર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં સિવિલ ચોક નજીક રામરસની પાસે તેઓ સાયકલમાંથી નીચે પડી જતા ડાબા પગના થાપાના ભાગે ઇજાઓ થતા તેમને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના સનાળા રોડ સરદારબાગની પાછળ આવેલ આદર્શ સોસાયટીમાં ઘરે થયેલ મારામારીના બનાવમાં શ્રદ્ધાબેન નિરવભાઇ રાજપરા (૩૨) અને વિધાન રાજપરા (૬) ને ઈજા પહોંચતા બંનેને ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલ હડાણા ગામે રહેતી પાયલબેન મહેશભાઈ સોઢા નામની ૨૨ વર્ષીય મહિલાને તેના સસરાને ત્યાં હડાણા ગામે મારામારીના બનાવમાં ઇજા પહોંચતા ઇજાગ્રસ્ત પાયલબેનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરી આગળની તપાસ માટે સાયલા પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.






Latest News