મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન પ્રાથમિક સારવાર બાદ રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીમાં વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન પ્રાથમિક સારવાર બાદ રાજકોટ ખસેડાયો

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવવામાં ગંભીર રીતે ઇજા પામેલ યુવાનને બેભાન હાલતમાં અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટું ગામે રહેતો સમરૂભાઈ તજરૂભાઈ ડામોર નામનો ૩૦ વર્ષનો યુવાન બાઇક લઈને મોરબીના માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામ પાસેથી જતો હતો ત્યાં ટીંબડી ગામના પાટીયા નજીક તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચતા બેભાન હાલતમાં ૧૦૮ વડે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અહીં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે બનાવ સંદર્ભે હાલમાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબી તાલુકાના માણેકવાડા ગામના રહેવાથી પ્રભુભાઈ વિસાભાઇ ઉંચાણા નામના ૫૦ વર્ષના વૃદ્ધ સાયકલ લઈને જતા હતા ત્યારે બગથળા અને માણેકવાડા ગામની વચ્ચે આવેલ ગોળાઈ પાસેથી તેમની સાયકલ લઇને જતા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેમની સાયકલને પાછળથી હડફેટે લેતા ઇજાઓ થવાથી પ્રભુભાઈને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકા પોલીસની હદમાં આવેલ નવલખી હાઇવે ઉપરના જેપુર ગામના રહેવાસી જેરામભાઈ ચકુભાઈ દલસાણીયા નામના ૮૩ વર્ષના વૃદ્ધ પોતાના પુત્રના બાઈકની પાછળ બેસીને ઘરેથી ખેતર તરફ જતા હતા ત્યારે ખેતર નજીક બાઇકમાંથી ઉતરતા સમયે પડી જતા પગના ભાગે ફેકચર જેવી ઇજાઓ સાથે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના રહેવાસી કોમલબેન આશિષભાઈ મૂલીયા નામની ૩૭ વર્ષીય મહિલા બાઇકમાં જતા હતા ત્યારે રામચોકના ઢાળિયા પાસે તેમના બાઇક સાથે ખૂંટ્યો અથડાતા સર્જાયેલ અકસ્માતમાં કોમલબેન મુલીયાને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

ફીનાઇલ પી જતા સારવારમાં

મોરબીના વાવડી રોડ ક્રિષ્ના સોસાયટી વિસ્તારમાં રહેતા રેખાબેન રાજેશભાઈ ગાદલ નામની ૨૫ વર્ષીય મહિલા કોઈ કારણોસર ફીનાઇલ પી જતા તેને સિવિલે સારવાર માટે ખસેડાયા હતા તેમનો લગ્નગાળો ચાર વર્ષનો હોય હાલમાં તાલુકા પીએસઆઇ કે.એચ.ભોચીયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.તેમજ મોરબીના ખોખરા હનુમાન મંદિર બેલા ગામની સીમ વિસ્તારમાંથી બાઈક લઈને જતા સમયે બાઈક સ્લીપ થઈ જતા ગજરાજભાઈ બીમલસિંહ આદિવાસી (૨૧) રહે. બ્લોઝા સીરામીક ખોખરા હનુમાન મંદિર રોડ બેલા તા.મોરબી વાળાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.






Latest News