મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર ગામે મામાને ઘરે વાટકીમાં ભરેલ ઝેરી દવા પી જતાં ભાણેજનું મોત


SHARE











મોરબીના બંધુનગર ગામે મામાને ઘરે વાટકીમાં ભરેલ ઝેરી દવા પી જતાં ભાણેજનું મોત

મોરબીના બંધુનગર ગામ પાસે વાડીએ મામાને મળવા માટે આવેલ બાળકે જંતુનાશક દવા વાળી વાટકી પી ગયો હતો જેથી કરીને તેને ઝેરી અસર થતા પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈને ગયા હતા જોકે સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના બંધુનગર ખાતે જગાભાઈ પટેલની વાડીએ રહેતો ઈશ્વર સમુભાઈ ભાભોર (ઉંમર ૧૪) નામનો બાળક તેના મામા શંકરભાઈ મહીડાના ઘરે ગયો હતો અને ત્યાં તેને તરસ લાગતા જંતુનાશક દવા વાળી વાટકી ભરેલી હતી તે પી ગયો હતો જેથી કરીને તેને ઝેરી અસર થતા પ્રથમ સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ચાલુ સવાલ દરમિયાન તે બાળકનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના બોરીયાપાટી વિસ્તારમાં જગસીની વાડી ખાતે રહેતી સુરભી ધનજીભાઈ ડાભી નામની ૧૩ વર્ષની બાળકી પગપાળા ચાલીને જતી હતી ત્યારે બાઈક ચાલકે તેને હડફેટે લેતા તે બાળકીને કમરના ભાગે ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News