મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

મોરબી માળિયા બેઠક ઉપર ઇતિહાસ રચાશે: ૧૯૯૫ થી પ્રથમ વખત માળિયામાં કોંગ્રેસ માઈનસ


SHARE











મોરબી માળિયા બેઠક ઉપર ઇતિહાસ રચાશે: ૧૯૯૫ થી પ્રથમ વખત માળિયામાં કોંગ્રેસ માઈનસ

મોરબી માળિયા વિધાનસભા બેઠકની ચૂંટણી હાલમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પોલીટેકનીક કોલેજ ખાતે મતગણતરી ચાલી રહી છે અને ક્રમશઃ એક પછી એક ઇવીએમ મશીનમાંથી આંકડાને ખોલીને જાહેર કરવામાં આવી રહ્યા છે દરમિયાન જો વાત કરીએ તો મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર અત્યાર સુધી કુલ મળીને છ રાઉન્ડની મતગણથી પૂર્ણ થયેલ છે અને ત્યાં સુધીમાં કાંતિભાઈ અમૃતિયાને ૨૧,૦૭૫ અને જયંતીભાઈ પટેલને ૧૫,૪૯૮ મત મળ્યા છે એટલે કે છઠ્ઠા રાઉન્ડના અંતે મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર ૫૫૭૭ મતની લીડ સાથે કાંતિભાઈ અમૃતિયા આગળ ચાલી રહ્યા છે.

જોકે આ મત ગણતરી દરમિયાન સૌથી મોટી આશ્ચર્યજનક અને ઐતિહાસિક વાત ગણીએ તો ૧૯૯૫ થી આ બેઠક ઉપર કાંતિભાઈ અમૃતિયા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને સામા પક્ષેથી જયંતીભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે જોકે આ વખતે દર વખતની જેમ માળિયા મીયાણા તાલુકાએ કોંગ્રેસના ઉમેદવારને સાથ ન આપ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે મત ગણતરી શરૂ કરવામાં આવી ત્યારે સર્વપ્રથમ માળિયા મીયાણા તાલુકાના જુદા જુદા બૂથ ઉપર મૂકવામાં આવેલા મશીનના આંકડા ખોલવામાં આવ્યા હતા અને તેમાં કોંગ્રેસને એવી અપેક્ષા હતી કે આ માળીયા વિસ્તારમાંથી તેઓને છ થી સાત હજારની લીડ મળશે પરંતુ કોંગ્રેસને લીડ નથી મળી સામે ભાજપ કે જે હર હમેશા આ બેઠક ઉપર ખાધમાં હોય છે તેને આ વખતે છ રાઉન્ડ જે માળિયા મીયાણાના બુથ માટેના હોય છે તે છ રાઉન્ડની અંદર કુલ મળીને ૫૫૭૭ મતની લીડ મળી છે જેથી કરીને આ બેઠકનું ફાઇનલ પરિણામ આવે ત્યાં સુધીમાં ઐતિહાસિક પરિણામ હશે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી.






Latest News