મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

મોરબીમાં મારામારી-દારૂ સહીતના ગુનાઓમાં વારંવાર પકડાયેલ બે ઇસમોને પાંચ જીલ્લાઓમાંથી હદપાર કરાયા


SHARE











મોરબીમાં મારામારી-દારૂ સહીતના ગુનાઓમાં વારંવાર પકડાયેલ બે ઇસમોને પાંચ જીલ્લાઓમાંથી હદપાર કરાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે વારંવાર મારામારી તેમજ દારૂ સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા બે ઇસમો વિરુદ્ધ હદપારી કરવાની દરખાસ્ત પોલીસ દ્રારા તૈયાર કરવામાં આવી હતી અને પ્રાંત અધિકારી દ્વારા બે ઈસમોને પકડીને તેને પાંચ જિલ્લામાંથી હદ બહાર કરવા હુકમ કર્યો હોય પોલીસે બંને ઇસમોને પકડી પાડી હદપાર કરવા માટે આગળની તજવીજ હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના કરેલ હોય મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર મારામારી તેમજ દેશીદારૂ જેવા ગુન્હાઓમા પકડાયેલ અકબરભાઇ હાસમભાઇ ઉર્ફે હાજીભાઇ સમા રહે.મોરબી લીલાપર રોડ સરકારી આવાસયોજના કવાટરમાં અને હરભજનસિંગ ઉર્ફે કુલદીપ ઉર્ફે ગેંડો ધવલસિંગ ખીચી રહે.મોરબી વીશીપરા હાઉસીંગ પાસે બાલા હનુમાનજીના મંદીર સામે વાળાઓ વિરુધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્વારા હદપારીની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે સબ.ડીવી.મેજીસ્ટ્રેટ પ્રાંત અધીકારી દ્રારા હદપારી મંજુર કરી બંને ઇસમોને મોરબી જીલ્લો,રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છ એમ પાંચ જીલ્લાઓમાંથી હદપાર કરવા હુકમ કરેલ હોય ઉપરોકત બંને ઇસમોને હદપારીની બજવણી કરી પાંચેય જીલ્લા બહાર મોકલવા પોલીસે આગળની તજવિજ હાથ ધરેલ છે.






Latest News