તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

કોના પેટમાં તેલ રેડાયું ? : મોરબીમાં ભાજપ-કાંતિભાઈને હરાવવા સહકારી ક્ષેત્ર-ભાજપના આગેવાન કેમ કામે લાગ્યા !


SHARE











કોના પેટમાં તેલ રેડાયું ? : મોરબીમાં ભાજપ-કાંતિભાઈને હરાવવા સહકારી ક્ષેત્ર-ભાજપના આગેવાન કેમ કામે લાગ્યા !

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી અને તેમાં પણ ભાજપ દ્વારા મોરબી માળીયા બેઠક માટે કાંતિભાઈ અમૃતિયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારથી ભાજપના જ ઘણા લોકોના પેટમાં તેલ રેડાયું હતું અને કોઈપણ ભોગે કાંતિભાઈ અમૃતિયા આ બેઠક ઉપરથી આ ચુંટણીમાં હારે તેના માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા એટલા જ માટે ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો ત્યાર પહેલા જ મોરબીમાં એવી ચર્ચા થતી હતી કે આ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ નહીં ભાજપ- ભાજપ જ લડે છે માટે પરિણામ આશ્ચર્યજનક અને કેટલાક માટે આઘાતજનક આવશે તેવામાં ગઇકાલે સાંજથી કાંતિભાઈ અમૃતિયાને હરાવવા માટે સહકારી ક્ષેત્રના આગેવાન અને ભાજપના આગેવાન વાત કરતાં હોય તેનો એક ઓડિયો મોરબીમાં વાયરલ થયો છે જેથી રાજકીય ખળભળાટ મચી ગયો છે

રાજ્યની ૧૮૨ બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવી છે જેમાં મોરબી માળીયા વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે અને આ બેઠક માટે ઘણા લોકોએ ટિકિટની માંગણી કરી હતી જો કે, છેલ્લા બે અઢી વર્ષથી સર્વે સર્વા બની ગયેલા ભાજપના જુથ્થના કહે મુજબ ભાજપ પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવી ન હતી અને આ બેઠક ઉપર વિને બલ ઉમેદવાર તરીકે ભાજપે પ્રબળ લોક ચાહના ધરાવતા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ટિકિટ આપી હતી જેથી કરીને ટિકિટ ફાળવણીથી જ નારાજ થયેલ જુથના આગેવાનો  સહિતનાઓ દ્વારા કાંતિભાઈને ડેમેજ કરીને ભાજપ આ બેઠક ઉપરથી વિજય ન મેળવે તેના માટેના કાવાદાવા શરૂ કર્યા હતા દરમ્યાન મોરબી માળીયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને હરાવવા માટે ભાજપના આગેવાન અને સહકારી ક્ષેત્રના આગેવાન દ્વારા જે ફોનમાં વાત કરવામાં આવી હતી તેની ઓડિયો ક્લિપને હાલમાં વાઇરલ કરવામાં આવી છે જેથી કરીને રાજકીય ગરમાવો આવી ગયેલ છે

હાલમાં જે ઓડિયો ક્લિપ વાઇરલ થયેલ છે તેમાં થતી ચર્ચા મુજબ હલ્લો, મગન કાકા બોલે.. સામા છેડેથી- બોલોને, મગન કાકા-નવરા છો ને? કેવું હવામાન? સામા છેડેથી- બધું રેડી છે. મગન કાકા- જેતપરથી ૧૦ લોકો આવ્યા હતા આયા ઘાટીલા. મને પૂછ્યું કાનાભાઈનું કેવું હવામાન? મેં કીધું ગામમાં પૂછો મને નથી ખબર. બીક જેવું તો ખરું એવું મને દેખાયુ, સામા છેડેથી- ગમે તે ભાજપના કોઈ પણ આવે તો બહુ સારું હવામાન એમ કેવાનું આપણે મૂંગા મોઢે મારવાના છે. મગન કાકા- હા આપણ માણસો હું મંડળી ગયો’તો આપણા માણસો હજુ એમ કે છે કાનાભાઈ બરાબર છે, એનું શું કારણ ! સામા છેડેથી- આપણે ડિકલેર નથી કરવાનું નથી, મૂંગા મોઢે મારવાના છે. મગન કાકા- ઈ બધાં આપણાંને, સામા છેડેથી- બધા આપણા ભેરા છે. મગન કાકા- તો સારું નહીં નકર મારા દીકરા મને જેતપર વાળા આવ્યા હતા ને. સામા છેડેથી- આપણે કાર્યાલય ખોલ્યું ને શું કામ ખુલ્યું હે. મગન કાકા- ખર્ચો કોણ આપશે ? સામા છેડેથી- કાંતિલાલ. મગન કાકા- એના ખર્ચે મારવાના એમને. સામા છેડેથી- હા બધું એમ જ હોય ને.. મગન કાકા- પહેલી તારીખે કોંગ્રેસને મત દેવો સામા છેડેથી- હું બે દિવસ આવવાનો જ છું મગન કાકા- ઉઘાડા કયાંય નો થાતા. સામા છેડેથી- કાંતિભાઇ હારી જાય છે? વાહ રે વાહ...

મોરબીમાં કાલે મતગણતરી થવાની છે ત્યાર પહેલા મોરબી બેઠકમાં કાંતિભાઈ અમૃતિયાને હરાવવા માટે જે સડયંત્ર કરવામાં આવ્યું હતું તેના ભાગ રૂપે ભાજપના આગેવાન અને સહકારી ક્ષેત્રના આગેવાન દ્વારા જે ભૂમિકા ભજવી હતી તેનો ઓડિયો તો હાલમાં વાઇરલ થયેલ છે જ તેમાં ભાજપને નહીં કોંગ્રેસને મત આપવા મતેને કહેવામા આવે છે એટ્લે કે ક્રોસ વોટીંગ કરવવામાં આવ્યું છે જો કે, ભાજપ અને કાંતિભાઈ અમૃતિયાનો વિજય થશે કે પછી ભાજપના હિત શત્રુઓનો તેનો કાલે જ સામે આવશે પરંતુ મોરબી માળીયા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ નહીં ભાજપ જ ભાજપની સામે લડી રહ્યું હતું અને ઘણા ભાજપના આગેવાનો કોંગ્રેસને ફાયદો થાય અને ભાજપ તેમજ કાંતિભાઈને નુકશાન થાય તેના માટે કામે લાગી ગયા હતા જો કે, ચૂંટણીનું પરિણામ જે આવે તે પરંતુ ચૂંટણી પછીના પરિણામો સારા નહિ આવે તેના સંકેતો હાલમાં વાઇરલ થયેલ ઓડિયો કલીપ ઉપરથી સ્પષ્ટ થઈ ગયેલ છે અને આવા તો હજુ ઘણા બધા ભાજપ અને કાંતિભાઈને ડેમેજ કરવા માટેના બોલતા પુરાવા ભવિષ્યમાં સામે આવશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી






Latest News