મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં મતગણતરીના દિવસે ઘૂંટુ રોડે ભારે વાહનોની પ્રવેશબંધી


SHARE







મોરબીમાં મતગણતરીના દિવસે ઘૂંટુ રોડે ભારે વાહનોની પ્રવેશબંધી

મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠકની મતગણતરી પોલિટેકનિક બિલ્ડીંગ, ઘૂંટુ રોડ, મોરબી ખાતે તા.૮-૧૨ ના રોજ થનાર છે. જે અન્વયે મત ગણતરીના દિવસે એટલે કે, તા.૮-૧૨ ના રોજ સવારે ૬ કલાકથી સાંજના ૧૯:૦૦ કલાક સુધી ઘૂંટુ રોડ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામુ નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર  દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર મોરબી-મહેન્દ્રનગરથી ઘુંટુ તરફ જતા મોટા ભારે વાહનોએ માળિયા ફાટકથી ત્રાજપર ચાર રસ્તાથી જુના ઘૂંટુ રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવાનો રહેશે અને હળવદથી મોરબી તરફ આવતા મોટા ભારે વાહનોએ ઘૂંટુ ગામ, બાપાસીતારામ મંદિર ચોકડીથી જુના ઘૂંટુ રોડથી ત્રાજપર ચાર રસ્તા તરફના રસ્તાનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવાનો રહેશે આ જાહેરનામું તા.૮-૧૨ ના રોજ સવારે ૬ કલાકથી સાંજના ૭ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.






Latest News