મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનના મોબાઇલમાં રહેલ ફોન પે એપ્લીકેશનથી ૨.૫૯ લાખ સહિત કુલ ૨.૮૨ લાખના મુદામાલની ચોરીના ગુનામાં બે આરોપી ઝડપાયા


SHARE







મોરબીમાં યુવાનના મોબાઇલમાં રહેલ ફોન પે એપ્લીકેશનથી ૨.૫૯ લાખ સહિત કુલ ૨.૮૨ લાખના મુદામાલની ચોરીના ગુનામાં બે આરોપી ઝડપાયા

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ કારખાનાની ઓરડીમાં યુવાન તેના મિત્ર સાથે સૂતો હતો ત્યારે તેની ઓરડીમા અજાણ્યા શખ્સે પ્રવેશ કરીને કુલ મળીને ચાર મોબાઈલ ફોન, રોકડા રૂપિયા તેમજ ફરિયાદીના મોબાઇલમાં રહેલ ફોન પે એપ્લીકેશન મારફતે ૨૫૯૪૬૯ આમ કુલ મળીને ૨૮૨૧૬૯ રૂપિયાના મુદ્દા માલની ચોરી કરી હતી જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે હાલમાં આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના મંડો કા તલના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના વીરપરડા ગામની સીમમાં પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ શિવિસ માઇક્રોન્સ એલએલપી કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા જોગારામ રામલાલ ચૌધરી જાતે જાટ (૨૨) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેમણે જણાવ્યું છે કે તે અને અન્ય મિત્ર તેની ઓરડીમાં સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેની ઓરડીમાં પ્રવેશ કરીને ફરિયાદીના પોતાના બે મોબાઈલ ફોન જેની કિંમત ૧૫૦૦૦ રૂપિયા તેમજ તેની સાથે રહેલ વ્યક્તિના બે મોબાઈલ ફોન જેની કિંમત ૫૫૦૦ અને થેલામાં પડેલા રોકડા ૨૨૦૦ રૂપિયા તથા ફરિયાદીના મોબાઇલ ફોનમાં ફોન પે એપ્લિકેશન હોય તેના મારફતે બેંકના એકાઉન્ટમાંથી ૨૫૯૪૬૯ રૂપિયાની રકમની ચોરી કરેલ છે આમ કુલ મળીને ૨૮૨૧૬૯ રૂપિયાના મુદ્દા માલની ચોરી કરવામાં આવી હતી 

જેથી યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટીમે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને એલસીબીની ટીમના સંજયકુમાર પટેલ, રજનીંકાત કૈલા, કૌશીકભાઇ મણવર, પરાક્રમસિંહ જાડેજા તથા અશોકસિંહ ચુડાસમાને સંયુકત રીતે મળેલી હકિકતના આધારે આ ગુનામાં પોલીસે ઈબ્રાહીમ મામદ ઈબ્રાહીમ બેતારા રહે, ઓખામંડળ ગાંધીનગર ભુંગો, વાછળાદાદાની ગલીમા તાલુકો દેવભુમી દ્વારકા અને અલારખા કરીમભાઇ મોખા રહે. કૃષ્ણનગર, કૌશીકની દુકાન પાછળ, સુરજ કરાડી, ઓખામંડળ તાલુકો દેવભુમી દ્વારકાને મોરબી રવીરાજ ચોકડી ખાતે ઝડપી લીધા હતા


હાલમાં પોલીસે આ બંને શખ્સ પાસેથી ચોરીમાં ગયેલો રોકડા ૧,૧૯,૦૦૦, ૪ મોબાલઇ ફોન, બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી મેળવેલ રૂપીયામાંથી ખરીદ કરેલ સોના ચાંદીના દાગીના, તથા ૧ મોબાઇલ ફોન આમ કુલ ૭૪,૦૬૩ અને અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ પાંચ મોબાઇલ ફોન જેની કિંમત ૯,૫૦૦ આમ કુલ મળીને ૨,૨૩,૦૬૩ કબ્જે કરેલ છે વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, આ આરોપીઓ કારખાનાની મજૂરની ઓરડીઓમાં રાત્રીના પ્રવેશ કરી મોબાઇલ ફોન, રોકડ રકમની ચોરી કરતાં હતા અને બેંક એકાઉન્ટ બાબતેના માહીતગાર હોય મોબાઇલ ફોનમાં રહેલ ડીઝીટલ વોલેટનો ઉપયોગ કરી પૈસા ટ્રાન્સફર પણ કરી લેતા હતા અને અગાઉ ઘરફોડ ચોરી તથા મોટર સાયકલ ચોરીના ગુનાઓમાં દેવભુમી દ્વારકા જીલ્લામાં પકડાયેલ છે






Latest News