મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના દલવાડી સર્કલ પાસે ડમ્પર ચાલકે ડબલ સવારી બાઈકને લેતા દંપતીને ઈજા


SHARE







મોરબીના દલવાડી સર્કલ પાસે ડમ્પર ચાલકે ડબલ સવારી બાઈકને લેતા દંપતીને ઈજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને લીધું હતું જેથી કરીને દંપતિને ઇજા થતાં બંનેને સારવાર માટે ખસવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને હાલમાં ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવવાની જાણવા મળતી વખતે પ્રમાણે માળિયા મીંયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા નરશીભાઇ વાલજીભાઈ બોપલિયા જાતે પટેલ (ઉંમર વર્ષ 50) પોતાનું બાઈક નંબર જીજે 3 ઇએફ 832 લઈને મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકને ડમ્પર નંબર જીજે 36 વી 8089 ના ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલક નરસીભાઈ બોપલિયાને પગના ભાગે ઇજાઓ થઈ હતી તેમજ તેની સાથે બાઈકમાં બેઠેલ તેના પત્ની શારદાબેનને પણ ઇજા થઈ હોવાથી તેને પણ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં સારવાર લીધા બાદ ઇજાગ્રસ્ત આધેડે અકસ્માત કરીને સ્થળ ઉપરથી નાસી ગયેલ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News