ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકો પર આજે વહેલી સવારથી જ મતદાન શરૂ: મતદારોમાં ભારે ઉત્સાહ


SHARE







મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકો પર આજે વહેલી સવારથી જ મતદાન શરૂ: મતદારોમાં ભારે ઉત્સાહ

મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકો મોરબી માળિયા ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા માટે આજે સવારે 8:00 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકના મત વિસ્તારમાં આવેલા 906 જેટલા મતદાન મથકો ઉપર મતદારોએ મતદાન કરવા માટે થઈને લાઈનો લગાવી હતી અને ત્યારે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો દરમિયાન મતદારોનો ઉત્સાહ વધારતા રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો દ્વારા તેમજ આગેવાનો દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું હતું અને આજે મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાએ તેના પરિવારજનો સાથે પહોંચીને મતદાન કર્યું હતું તો કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલે મોરબીની બોયઝ હાઈસ્કૂલમાં તેના પરિવારજનો સાથે જઈને મતદાન કર્યું હતું અને ઉમેદવારો દ્વારા પોતાના જીતના દાવા કરવામાં આવ્યા છે આ ઉપરાંત સાંસદ મોહનભાઈ કુંડારીયાએ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું જ્યારે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા એ પણ મતદાન કર્યું હતું અને મતદાન કર્યા બાદ જયંતીભાઈ કવાડિયા અને મોહનભાઈ કુંડારીયાએ મોરબી જિલ્લાની ત્રણ તેમજ લાગુ પડતી અન્ય બે આમ કુલ મળીને પાંચે પાંચ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આટલું જ નહીં પરંતુ જંગી બહુમતી સાથે ગુજરાતની અંદર ભાજપની સરકાર બનશે તેઓ પણ આત્મવિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો






Latest News