ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં તમાકુ, ગુટખા, સોપારી, બીડી, સિગરેટ, સાબુ, શેમ્પુ મળીને ૧.૫૪ લાખના મુદામાલની ચોરી કરનાર પકડાયો


SHARE







મોરબીમાં તમાકુ, ગુટખા, સોપારી, બીડી, સિગરેટ, સાબુ, શેમ્પુ મળીને ૧.૫૪ લાખના મુદામાલની ચોરી કરનાર પકડાયો

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટની બાજુમાં નીતિન પાર્ક સોસાયટીમાં ગોપી ટાવરમાં રહેતા અમિતભાઈ મગનભાઈ અંબાણીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું છે કે, ગત તા.૩૦-૮ ના રાત્રિના આઠ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના ૬ વાગ્યા સુધીમાં કોઈ પણ સમયે અજાણ્યા શખ્સો દ્વારા તેની વાવડી ચોકડી પાસે મહાદેવના મંદિર પાસે આવેલ બંધ દુકાને નિશાન બનાવવામાં આવી હતી અને દુકાનના તાળા તોડવામાં આવ્યા હતા ત્યાર બાદ દુકાનમાં રહેલ શિવાજી બીડીના ૧૦ પેકેટ, પુકાર તમાકુનું એક કાર્ટુન, વિમલ ગુટખાના ૨૦ પેકેટ, બુધાલાલ તમાકુનું એક કાર્ટુન, રાજેશ્રી પાન મસાલા ગુટખાનું એક કાર્ટૂન, બાગબાન તમાકુ મીની પાઉચનું એક કાર્ટૂન, ૬૦ કિલો સોપારી, સાબુ, શેમ્પુ, જુદીજુદી કંપનીની સિગરેટ વિગેરે કુલ મળીને દુકાનમાંથી તસ્કર દ્વારા ૧,૫૪,૫૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે.જેથી ચોરીની ઉપરોક્ત ઘટનામાં અગાઉ દુષ્યંત અને અનિરુદ્ધ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં ઉપરોક્ત ચોરીના બનાવવામાં વિરેન્દ્રકુમાર હરિલાલ પાસ જાતે પાલ (ગડરીયા) (ઉમર ૩૨) હાલ રહે. મોરૈયા પટેલવાસ સાણંદ અમદાવાદ અને સોનીપાર્ક જગતભાઈની કોલોની કડોદરા સુરત મૂળ રહે.મિસરત પ્રાથમિક સ્કૂલ પાસે હડિયા અલ્હાબાદ વાળાની ઉત્તરપ્રદેશમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.પીએસઆઇ કે.એચ.ભુતિયા અને સ્ટાફ દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે અને આ બનાવમાં હજુ બે શખ્સોને પકડવાના બાકી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં ધરપકડ

મોરબીના મકનસર ગામે મહિલા દ્વારા એક યુવક પાસે બેંકમાંથી લોન કરવામાં આવી હતી અને લોનના હપ્તા ચુકવવા માટે તેણીએ તે યુવાને પૈસા આપ્યા હતા જે રકમ તે યુવાને બેંકમાં ભરેલી ન હોય તે બાબતે મહિલાએ યુવાનને ઠપકો દેતા સામેવાળા દિલીપ ગંગારામ મકવાણા કોળી અને તેના પિતા ગંગારામ ચકુ મકવાણા કોળી દ્વારા મહિલાને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને મહીલાએ નોંધાવેલ ફરીયાદ ઉપરથી તાલુકા પીએસઆઇ બગડા દ્વારા હાલમાં મકનસરના રામજી મંદિર પાસે રહેતા દિલીપ ગંગારામ કોળી (૨૫) અને તેના પિતા ગંગારામ ચકુભાઈ કોળી (૭૧) ની મારામારીના બનાવમાં ધરપકડ કરવામાં આવી હતી.

જામનગર પોલીસ મથક ખાતે નોંધાયેલ કલમ ૪૯૮(એ) સ્રીઉત્પીડન અને મારામારીના ગુનામાં જામનગરના એસ.જે.ઇસરાણી દ્વારા મોરબીના અશોક વાલજી મઘોડિયા જાતે સતવારા (ઉમર ૪૦) રહે. ધર્મમંગલ સોસાયટી મહેન્દ્રનગર મોરબી-૨ વાળાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા રેહાન આરીફભાઈ અજમેરી નામના ૧૮ વર્ષના યુવાનને મોરબીના પાડા પુલ ઉપર વાહન અકસ્માતના બનાવમાં જમણા હાથના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ પહોંચી હોય તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News