મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ફ્લેટમાંથી ૬.૧૨૧ કિલો ગાંજા સાથે ત્રણ બિહારી ઝડપાયા


SHARE







મોરબીના લાલપર પાસે ફ્લેટમાંથી ૬.૧૨૧ કિલો ગાંજા સાથે ત્રણ બિહારી ઝડપાયા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે અજંતા એપાર્ટમેન્ટમાં રહેતા શખ્સ પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે રહેણાંક મકાનમાંથી ૬ કિલો ૧૨૧ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે સ્થળ ઉપરથી ૬૧૨૧૦ ની કિંમતનો ગાંજો તેમજ ત્રણ મોબાઈલ ફોન આમ કુલ મળીને ૭૬૭૧૦ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે અજંતા એપાર્ટમેન્ટ બી બ્લોક ૧૦૧ નંબરના ફ્લેટમાં રહેતા શખ્સ પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એસઓજીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૬ કિલો ૧૨૧ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૬૧૨૧૦ ની કિંમતનો ગાંજો તેમજ ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત ૧૫૫૦૦ અને અન્ય મુદ્દા માલ મળીને કુલ ૭૬,૭૧૦ ની કિંમતનો મુદ્દામાલ ત્યાંથી કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં પોલીસે અમિત શ્રીશિશુ તિવારી જાતે પંડિત (૨૨) રહે. જાંબુડીયા ધર્મસિદ્ધિ સોસાયટી કોમન પ્લોટની સામે સુમિત પાઠકની બાજુમાં મૂળ રહે બિહાર, વિનોદરાય મનોજરાય યાદવ જાતે આહિર (૨૦) અને વિવેક વશિષ્ઠ નારાયણ મિશ્રા જાતે બ્રાહ્મણ (૨૨) રહે, હાલ બંને લાલપર અજંતા એપાર્ટમેન્ટ બી બ્લોક ૧૦૧ નંબર ફ્લેટ મૂળ બિહાર વાળાની ધરપકડ કરેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૦(બી) મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સો ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે






Latest News