મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી સહિત ત્રણ જિલ્લામાં બાઈક ચોરી કરતી બેલડી ઝડપાઇ: ૧.૭૦ લાખના ૮ બાઈક કબજે કર્યા


SHARE







મોરબી સહિત ત્રણ જિલ્લામાં બાઈક ચોરી કરતી બેલડી ઝડપાઇ: ૧.૭૦ લાખના ૮ બાઈક કબજે કર્યા

મોરબી જિલ્લા સહિત ત્રણ જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી બાઈકની ચોરીઓ કરવામાં આવી હતી જેથી કરીને બાઇક ચોરને પકડવા માટે પોલીસ સક્રિય હતી ત્યારે મોરબી, રાજકોટ અને જામનગરમાં બાઈક ચોરી કરનાર બેલડીને પોલીસે પકડી લીધેલ છે અને ૧.૭૦ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નંબર પ્લેટ વગરના બાઈક સાથે બે શખ્સ રાજપર ચોકડી પાસેથી ઝડપાયા હતા જેથી તેને રોકીને પોલીસ ચેક કરતાં તે સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા જેથી કરીને પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક એ ડીવીઝન પોલીસ મથકમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું જેથી પોલીસે આરોપી સાગર જાગાભાઈ ગોલતર (૨૦) રહે ઓટાળા તાલુકો ટંકારા અને કુંવરો ઉર્ફે કુરીભાઈ પશુભાઈ જખાણીયા રહે મોડપર તાલુકો ધ્રોલ વાળાને પકડાયા હતા અને તેની પૂછપરછ કરતા અન્ય બાઈક ચોરીની કબુલાત આપી હતી જેથી કરીને પોલીસે અન્ય સાત બાઈક મળીને કુલ આઠ બાઈક જેની કીમત ૧,૭૦,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આ શખ્સોએ મોરબી, રાજકોટ અને જામનગરમાંથી આઠ બાઈક ચોરી કર્યાની કબૂલાત આપેલ છે આ શખ્સે શેહરના નવા બસ સ્ટેન્ડ, આયુષ હોસ્પિટલ, સુપર માર્કેટ અને છોટાલાલ પેટ્રોલ પંપ પાસેથી બાઈક ચોરી કર્યુંનું કબૂલ્યું છે અત્રે ઉલેખનીય છે કે, આરોપી સાગર રીઢો ગુનેગાર છે અને અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો છે






Latest News