મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનારા શખ્સની ધરપકડ  મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા પાસે રિવર્સ આવતા ટ્રેક્ટરે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના તીથવા પાસે રિવર્સ આવતા ટ્રેક્ટરે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

વાંકાનેરના તીથવા ગામથી પીપળીયા તરફ જવાના રસ્તા ઉપર ટ્રેક્ટર ચાલકએ પોતાનું વાહન બેફિકરાઈથી રિવર્સમાં લીધું હતું ત્યારે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકને પેડુ અને પડખાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક ત્યાંથી નાસી ગયો હતો હાલમાં મૃતકના ભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા હુસેનભાઇ વલીમહમદભાઈ કડીવાર જાતે મોમીન (૪૯) એ હાલમાં ટ્રેક્ટર નંબર જીજે ૩૬ એએફ ૨૮૨૪ ના ચાલક મુસ્તુફાભાઈ હાજીભાઈ વકાલીયા રહે. તીથવા વાળાની સામે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તીથવા ગામના પાટીયા પાસેથી પીપળીયા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી તેના ભાઈ બાઈક નં. જીજે ૩ એએચ ૬૩૩૪ લઈને પસાર થતા હતા ત્યારે ટ્રેક્ટર ચાલકે બેફિકરાઈથી પાછળ જોયા વગર પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું ત્યારે ફરિયાદીના ભાઈ અયુબભાઈ વલીમહમદભાઈ કડીવાર (૪૭) ના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અયુબભાઈ કડીવારને પેડુ અને પડખાના ભાગે ગંભીર ઇજા થયે હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે આ અકસ્માતનો બનાવ સર્જીને વાહન ચાલક ત્યાંથી નાસી ગયો હોય હાલમાં મૃતક યુવાનના ભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News