મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેરના સંયુક્ત ઉપક્રમે તમાકુ નિયંત્રણ અંગે વકતૃત્વ સ્પર્ઘા યોજાઇ


SHARE







મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેરના સંયુક્ત ઉપક્રમે તમાકુ નિયંત્રણ અંગે વકતૃત્વ સ્પર્ઘા યોજાઇ

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેરના સહયોગથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વકતૃત્વ સ્પર્ઘા યોજાઇ હતી.તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર દ્રારા વાંકાનેર ખાતે આવેલ કે.કે. શાહ માઘ્યમીક શાળામાં વ્યસનની જાગૃતી અર્થે વકતૃત્વ  સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

તમાકુ નિષેધ વકતૃત્વ  હરીફાઈમાં ૧૪ જેટલા બાળકોએ લાભ લીધેલ જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરો, માનસિક અસરો, આથિક અસરો, વ્યસનનું સમાજમાં પ્રમાણ તથા આકડાકીય માહીતી દર્શાવતા વિવિઘ વકત્વય આપેલ તેમાંથી વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવેલ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ અને સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર ડો.અનીલ પરમાર દ્રારા તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપવામાં આવેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા તમામ સ્ટાફ, મેડીકલ ઓફિસર ડો.ઉમંગ ચૌહાણ , જિલ્લા પંચાયત તમાકુ નિયંત્રણ કર્મચારી તેહાન શેરસીયા, ટીએમપીએચએસ માથકીયાભાઈ તેમજ અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર સ્ટાફ અને આરબીએસકે ટીમના કર્મચારી અકશાબેન ખોરજીયા હાજર રહ્યા હતા.

 






Latest News