મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવાનને ઘરેથી ઉઠાવી જઈ છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવાનને ઘરેથી ઉઠાવી જઈ છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રણછોડનગર વિસ્તારમાં રહેતા યુવાનને ઘરેથી ઉઠાવી જઇ તેને ઢોર મારવામાં આવ્યો હતો અને છરી વડે પડખા અને સાથળના ભાગે ઇજા પહોંચાડવામાં આવતા હાલ તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું અને યુવાનને કોઈ યુવતી સાથે પ્રેમસંબંધ હોય યુવતીના ભાઈ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે.

જીવલેણ હુમલાના ઉપરોક્ત બનાવની વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રણછોડનગર વિસ્તારમાં રહેતા રવિભાઇ સવજીભાઈ ખાખરીયા નામના ૨૯ વર્ષના યુવાનને તેના ઘરેથી લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં તેને માર મારવામાં આવ્યો હતો તેમજ પડખા અને પગના ભાગે છરી જીંકી દેવામાં આવતા ઈજાગ્રસ્ત યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે હાલમાં રાજકોટ ખસેડાયો હોવાનું અને બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.વધુમાં રાજકોટ ખસેડાયેલા રવિ ખાખરીયાએ હોસ્પિટલના બીછાનેથી આપેલ કેફિયત મુજબ તેના ઉપર વિજય અને હિતલા નામના બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો અને વધુમાં તેણે જણાવ્યા પ્રમાણે વિજયના બહેન સાથે પોતાને પ્રેમ સંબંધ હોય તે વાતને લઈને ઉપરોક્ત હુમલો કરવામાં આવ્યો છે.

બાદમાં બનાવ સંદર્ભે તપાસ અધિકારી વશરામભાઈ મેતા સાથે વાત કરવામાં આવતા ખુલ્યું હતું કે મોરબીના શકત શનાળા પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા વિજય હકાભાઇ કોળી નામના યુવાનની બહેન પોતાના સંતાન સાથે ભોગ બનેલ રવિ ખાખરીયાની સાથે રહેતી હોય અને રવિ તેણીનું ભરણપોષણ કરતો હોય તે વાત વિજયને પસંદ ન હોય વિજયે રવિને પોતાની બહેનને સાથે ન રાખવા માટે કહ્યું હતું અને તે વાતને લઈને ઝઘડો થયો હોય વિજય કોળી અને કાલિકા પ્લોટમાં રહેતા હિતેશ પ્રવીણ ઓડ નામના બે શખ્સોએ રવિને તેના ઘરેથી લઈ જઈને બાદમાં માર માર્યો હતો અને તે દરમિયાન વિજય કોળી દ્વારા રવિ ખાખરીયાને બગલના ભાગે તેમજ સાથળના ભાગે છરી મારવામાં આવી હોય હાલ તેને રાજકોટ ખસેડાયો છે.

વાહન અકસ્માતમાં ઈજા

ઉત્તરપ્રદેશના ન્યાયપુર વિસ્તારના રહેવાથી રાજેન્દ્રકુમાર સોહનલાલ ચોબાર નામના ૨૬ વર્ષના યુવાનને ગત તા.૨૦ ના અંદાજે નવેક વાગ્યાના અરસામાં મોરબીના અંદરણા-નીચી માંડલ વચ્ચે હળવદ રોડ ઉપર આવેલ સોનેક્ષ વિટ્રીફાઇડના ગેઇટ પાસે પગપાળા જતા સમયે અજાણી કારના ચાલક દ્વારા હડફેટ લેવામાં આવતા ઇજાગ્રસ્ત રાજેન્દ્ર ચોબારને સારવાર માટે ખસેડાયો હતો. મોરબીમાં શનાળા રોડ જીઆઇડીસીની પાછળ આવેલ બુટાણીની વાળી વિસ્તારમાં રહેતો દિનેશ નવઘણભાઈ પરમાર નામનો ૩૫ વર્ષનો યુવાન વાઘપરા વિસ્તારમાં કડિયા કામ કરતો હતો તે દરમિયાન પહેલા માળેથી નીચે પડી જતા ઇજાઓ થતા તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજા પહોંચતા આશિયાનાબેન અબ્દુલભાઈ મકરાણી નામની ૨૮ વર્ષીય મહિલાને સારવારમાં ખસેડાઈ હતી.






Latest News