મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાં સુભીક્ષા અને જિલ્લા ક્ષય કેન્દ્ર અંતર્ગત કેદીઓને એચઆઇવી-ટીબીનો માહીતી અને સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો


SHARE





મોરબી સબ જેલમાં સુભીક્ષા અને જિલ્લા ક્ષય કેન્દ્ર અંતર્ગત કેદીઓને એચઆઇવી-ટીબીનો માહીતી અને સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

સબ જેલ મોરબી ખાતે સુભિક્ષા અને  જીલ્લા ક્ષય કેન્દ્ર તેમજ સિવિલ હોસ્પિટલ મોરબીના સંયુક્ત ઉપક્રમે  સબ જેલના તમામ કેદીઓને ટી.બી. જેવા ભંયકર રોગ વિષે માહિતી આપવામાં આપી જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ બધા જ કેદીઓનુ ટીબી, એચઆઇવી, એચસીવા, આરપીબી માટે  સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ હતું તથા શંકાસ્પદ વ્યક્તિના સ્પોટ સ્પુટમ સેમ્પલ લેવામાં આવ્યા હતા, આ કાર્યક્રમ અંતર્ગત  ૩૦૬ પુરૂષ તથા ૫.સ્ત્રી એમ કુલ ૩૧૨ જેટલા કેદીઓ સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો ઓ્ડીનેટર પિયુષભાઈ જોષી, ટીબી હેલ્થ વીઝીટર નિખીલભાઈ ગોસાઈ, સિવિલ હોસ્પિટલ મોરબીમાંથી આઇ સી. ટી.સી. કાઉન્સેલર વસંતભાઈ પડસુંબિયા, લેબ ટેક ભૂમિબેન પટેલ, શ્વેતાના ફિલ્ડ કો-ઓર્ડનેટર રાજેશભાઈ લાલવાણી, સુભિક્ષા પ્રોજેક્ટ ઓફિસર મીનાબેન પરમાર હાજર રહ્યા હતા.કાર્યક્રમને સાર્થક બનાવવા મોરબી સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક એલ.એમ.ઝાલા, ઇન્ચાર્જ જેલર એ.આર. હાલપરા તથા હાજર રહેલ તમામ સ્ટાફએ ભારે જહેમત ઉઠાવી હતી અને કુસ ૯૨ બંદીવાન ભાઈઓનું ઉપર મુજબ ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતું.




Latest News