મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના આઇ.સી.ડી.એસ. વિભાગમાં કરાયેલ ઉચાપતની તપાસ ઠેરની ઠેર


SHARE





મોરબી જિલ્લા પંચાયતના આઇ.સી.ડી.એસ. વિભાગમાં કરાયેલ ઉચાપતની તપાસ ઠેરની ઠેર

મોરબી જિલ્લાના આઇ.સી.ડી.એસ. શાખા જિલ્લા પંચાયતમાં ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતા કોમલબેન ઠાકર  તથા અન્ય સહ કર્મચારીઓ દ્વારા સરકારી નાણાંની ઉચાપત કરી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જેથી કરીને તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો જો કે, બે મહિના પછી પણ તપાસ ઠેરની ઠેર છે તેવો ઘાટ જોવા મળી રહયો છે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના જોધપર (ઝાલા) ગામના વતની નરેન્દ્રસિંહ ભીખુભા ઝાલાને એક RTI માં મળેલ વિગતો અનુસાર આઇ.સી.ડી.એસ. શાખામાં ફરજ બજાવતા ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકર, કચેરી અધિક્ષક હર્ષદભાઈ સનારિયા, હિસાબનીશ કાનજીભાઈ અને ક્લાર્ક વિશાલભાઈ પંજવાણી દ્વારા સંયુક્ત રીતે ૪ માસનો ખોટી રીતે બીલો બનાવી તેમજ રજીસ્ટરો સાથે ચેડા કરી પગાર મેળવી નાણાંકીય ઉચાપત કરેલ હોવાનું સામે આવેલ હતું જેથી આ સમગ્ર મામલે નરેન્દ્રસિંહ ભીખુભા ઝાલા દ્વારા પબ્લિક ગ્રીવન્સ પોર્ટલ પર તા. ૩૦/૮/૨૦૨૨ ના રોજ ફરિયાદ કરવામાં આવેલ હતી.

જેના અનુસધાને ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપસચિવ દ્વારા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવને તા.  ૮/૯/૨૦૨૨ નાં પત્રથી તપાસનો આદેશ કર્યો છે પરંતુ આ આદેશને બે મહિલા થઈ ગયા છે તો પણ તપાસ થયેલ નથી તેમજ તપાસ અધિકારી દ્વારા જાણી જોઈને તપાસમાં વિલંબ કરવામા આવી રહ્યો હોવાનું ફરિયાદી જણાવી રહ્યા છે અને ભ્રષ્ટ અધિકારી તેમજ અન્ય સાથી કર્મચારીઓનો બચાવ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવેલ છે




Latest News