મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં ચાલુ કારે દરવાજો ખોલવાની કુટેવ કોઈ દિવસ કોઈનો ભોગ લેશે


SHARE











મોરબીમાં ચાલુ કારે દરવાજો ખોલવાની કુટેવ કોઈ દિવસ કોઈનો ભોગ લેશે

મોરબીમાં ચાલુ કારે પાનની પિચકારી મારવા કે થુકવા માટે દરવાજો ખોલવાની કુટેવ જોવા મળે છે જેના લીધે પાછળથી આવતા વાહન ચાલકોને તેને લઈને ભારે અગવડતા ભોગવી પડે છે અને વાહન અકસ્માત સર્જાય છે આવો જ એક અકસ્માતનો બનાવ મોરબીમાં રવાપર-લીલાપર રોડ ઉપર બન્યો હતો જેમા કારના ચાલકે ચાલુ વાહને દરવાજો ખોલતા પાછળ આવતા બાઈક ચાલકને ઇજા પહોંચાડી હતી.

મોરબીના રહેવાસી જગદીશભાઈ ભવાનભાઈ લોહ નામના ૪૯ વર્ષના આધેડ રફાળેશ્વરથી બાઇક લઈને પરત મોરબી તરફ આવતા હતા ત્યારે તેઓનું બાઈક આગળ જતી કારના દરવાજા સાથે અથડાયું હતું. મોરબીના રવાપર ચોકડી નજીક કોહીનુર કોમ્પલેક્ષ પાસે લીલાપર રોડ તરફ ઉપરોક્ત અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થતા જગદીશભાઈ લોહને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.અત્રે નોંધનીય છે કે મોરબીમાં પાનની પિચકારી થુકવા માટે ચાલુ કારે કારનો દરવાજો ખોલવાની કુટેવ છે અને તેને લઈને પાછળ આવતા વાહન ચાલકોએ હેરાનગતિનો સામનો કરવો પડે છે અને અકસ્માતો સર્જાય છે તેવો જ અકસ્માત અહીં મોરબીમાં સર્જાયો હતો અને આવા અકસ્માતમાં જો કોઈનો જીવનદિપ બુજાઈ જાય તો જવાબદારી કોની..? માટે આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોએ પોતાની આ કુટેવને ચોક્કસપણે સુધારવી જોઈએ અને કાર ચલાવતા સમયે ચાલુ કારે કારનો દરવાજો ન ખોલવો જોઈએ તેવી પ્રબુધ્ધ નાગરિકોમાં પણ ચર્ચા ઉઠી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના નાની બરાર ગામે રહેતા અને ડ્રાઇવિંગનું કામકાજ કરતા અશોકભાઈ પરબતભાઈ ચાવડા નામનો ૩૭ વર્ષનો યુવાન મોરબીના કંડલા બાયપાસ ઓવર બ્રિજ નજીક પાપાજી ફનવર્ડ પાસેથી વાહનમાંથી ઉતરીને પોતાના બાઈક તરફ જતો હતો ત્યારે પગપાળા જઈ રહેલા અશોકભાઈ ચાવડાને કોઈ અજાણ્યા બાઈકના ચાલકે હડફેટ લેતા તેઓને ઇજાઓ પહોંચી હોય સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી અને બનાવ અંગે આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.

મારામારીમાં ઇજા

મોરબીના માળિયા હાઇવે ઉપર જનકપુરી સોસાયટીમાં રહેતા ભીખુભાઈ બાબુભાઈ છાયા (૬૦) અને શર્મિલાબેન ભીખુભાઈ છાયા (૬૦) ને ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સિવિલે સારવાર માટે ખસેડાયા હતા બનાવીને પગલે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ ચલાવવામાં આવતા પાડોસી સાથે પાર્કીંગ બાબતે ઝગડો થયો હોવાનું ખુલ્યુ હતુ.






Latest News