મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

પાલિકા-એજન્સીની અક્ષમ્ય બેદરકારી: ઝૂલતા પુલ નદી ઉપર હોવા છતાં લાઈફ ગાર્ડ જેકેટ, બોટિંગ, તરવૈયા અને સિક્યુરિટી જ ન હતા !


SHARE











પાલિકા-એજન્સીની અક્ષમ્ય બેદરકારી: ઝૂલતા પુલ નદી ઉપર હોવા છતાં લાઈફ ગાર્ડ જેકેટ, બોટિંગ, તરવૈયા અને સિક્યુરિટી જ ન હતા !

મોરબીમાં જુલતા પુલની માલિકી મોરબી નગરપાલિકા પાસે છે જોકે, પાલિકા દ્વારા ગત માર્ચ મહિનામાં કરાર કરીને આ ઝુલતો પુલ મોરબીના ઓરેવા ગ્રુપને સંચાલન માટે સંપૂર્ણ જવાબદારી સાથે સોંપી દેવામાં આવ્યો હતો અને ઝુલતો પુલ ગત રવિવારની સાંજના સમયે તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ જેટલા લોકોના જીવ ગયા છે ત્યારે તપાસ એજન્સીઓ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે કરાર કરીને કામ સ્વીકારનાર એજન્સીની ઊડીને આંખે વળગે તેવી અનેક બેદરકારીઓ સામે આવી છે જેમાં નદીની ઉપર પુલ હોવા છતાં લાઈફ ગાર્ડ જેકેટ, બોટિંગની કોઈપણ પ્રકારની વ્યવસ્થા, તરવૈયા કે સિક્યુરિટી ગાર્ડ કેમ કરાર કરનાર એજન્સીએ રાખ્યા ન હતા તે પ્રશ્નો ઉભો થઈ રહ્યો છે

રજવાડાના સમયમાં મોરબી ગ્રીનચોક, નહેરુ ગેટ, ઝુલતાપુલ અને મણીમંદિરના નિર્માણના લીધે દેશ-વિદેશમાં જાણીતું બન્યું હતું અને આટલું જ નહીં પરંતુ અહીંના રાજવી પરિવાર દ્વારા જે સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી તેના કારણે મોરબીને સૌરાષ્ટ્રનું પેરિસ કહેવામાં આવતું હતું પરંતુ કમનસીબે સૌરાષ્ટ્રનું પેરિસ આજે દિવસેને દિવસે સુવિધાઓ ગુમાવી રહ્યું છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી કારણ કે વર્ષો પહેલાં મોરબીના ગ્રીન ચોકમાં ઉપરના ભાગમાં લોકોના વાંચન માટે લાઇબ્રેરી હતી જેને બંધ કરી દેવામાં આવી છે ! મોરબીના મણીમંદિરની અંદર સરકારી કચેરીઓ બેસતી હતી અને ત્યાં લોકો અવરજવર કરી શકે તેવી વ્યવસ્થા હતી જોકે મણિમંદિરને પણ ભૂકંપ બાદ રીનોવેશન કર્યા પછી બંધ કરી દેવામાં આવ્યું છે ! અને હાલમાં મોરબીના લોકોને હરવા ફરવા માટેનું એકમાત્ર સ્થળ ઝૂલતો પુલ હતો જે પણ ગત રવિવારે દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણે અને તૂટી પડવાના લીધે હવે મોરબીવાસીઓ માટે કાયમી ધોરણે બંધ થઈ ગયો છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી અને આ ગમખવાર અકસ્માતની ઘટનામાં મોરબી શહેરની અંદર રહેતા તેમજ જુદા જુદા જિલ્લા અને તાલુકાઓમાંથી મહેમાન બનીને મોરબી આવેલા ૧૩૫ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેથી કરીને જુલતા પુલની આ દુર્ઘટનાને લોકો ક્યારેય ભૂલી નહીં શકે તે હકીકત છે

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિક પીઆઈ દ્વારા મોરબીના ઝુલતા પુલનું મેનેજમેન્ટ તથા મેન્ટેનન્સ કરનાર એજન્સીઓ સામે ગુના નોંધો ગુનો નોંધવામાં આવેલ છે અને આ ગુનામાં કુલ મળીને નવ આરોપીઓની ધરપકડ કરાઈ હતી જે પૈકીના પાંચ આરોપી જેલમાં છે અને ચાર આરોપીઓ હાલમાં રિમાન્ડ ઉપર છે અને આ કેસની તપાસ કરી રહેલા મોરબીના ડીવાયએસપી ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ઝુલતાપુલની દુર્ઘટનામાં એક એક પાસાઓને તપાસવામાં આવી રહ્યા છે અને જરૂરી દસ્તાવેજી પુરાવાઓને એકત્રિત કરવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે બીજી બાજુઓ એફએસએલની ટીમ અને અન્ય ટીમો દ્વારા પણ જે પુલ તૂટી પડ્યો છે તેની ટેકનિકલ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે

જોકે તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબીનો ઝુલતા પુલ મચ્છુ નદી ઉપરથી પસાર થાય છે તે કરાર કરનાર એજન્સીને સારી રીતે ખબર હતી તેમ છતાં પણ આ પુલ ઉપરથી પસાર થતા લોકોને લાઈફ ગાર્ડ જેકેટ આપવામાં આવતા ન હતા, તેમજ આ પુલ ઉપર વધુ સંખ્યામાં લોકો ન પસાર થાય તે માટે થઈને સિક્યુરિટી ગાર્ડ પણ રાખવામાં આવ્યા ન હતા, આટલું જ નહીં પરંતુ પુલ નીચે નદી હોવા છતાં પણ ત્યાં બોટ, લાઈફકાર્ડ જેકેટ કે તરવૈયાઓની કોઈપણ પ્રકારની વ્યવસ્થા એજન્સી દ્વારા રાખવામાં આવી ન હતી જે કરાર કરનાર એજન્સીની ઉડીને આંખે વળગે તેવી ગંભીર પ્રકારની બેદરકારી કહી શકાય તેમ છે અને હજુ પણ આગળ જુદી જુદી દિશાઓમાં તપાસ ચલાવવામાં આવી રહી છે






Latest News