મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે આઇશરમાંથી ભુસાની આડમાં લઈ આવવામાં આવેલ ૧૮૧૨ બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે આઇશરમાંથી ભુસાની આડમાં લઈ આવવામાં આવેલ ૧૮૧૨ બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે ભવ્ય હોટલની બાજુમાં બંધ પડેલ પેટ્રોલપંપ પાસે આઇશર ટેમ્પોને ચેક કર્યો હતો ત્યારે ભુસાની આડમાં છુપાવેલ દારૂનો જથ્થો તે વાહનમાંથી મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૮૧૨ બોટલ દારૂ અને ૩,૫૦,૦૦૦ નું વાહન આમ કુલ મળીને ૧૦,૨૯,૫૦૦ નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ પી.એ. દેકાવાડીયાની સૂચન મુજબ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ભગીરથભાઇ લોખીલ તથા રમેશભાઇ મુંધવાને મળેલ બાતમી આધારે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે ભવ્ય હોટલની બાજુમાં બંધ પડેલ પેટ્રોલપંપ પાસે શંકાસ્પદ આઇશર નંબર જીજે ૩ વાય ૬૮૬૨ પડેલ હતું તે આઇશરમાં ઠાઠામાં સફેદ કલરના ભુસાના બાચકા હતા અને તેની નીચેથી દારૂની પેટીઓ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૮૧૨ બોટલ દારૂ જેની કિંમત ૬,૭૯,૫૦૦ અને ૩,૫૦,૦૦૦ નું વાહન આમ કુલ મળીને ૧૦,૨૯,૫૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે અને આઇશર ચાલક હાજર ન મળી આવતા આઇશર ચાલક વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને વાહન છોડીને ભાગી ગયેલ આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરી પીએસઆઈ વી.જી. જેઠવા, મણીલાલ ગામેતી, જયદેવસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા, અશ્વિનભાઇ ઝાપડીયા, મહેશભાઇ કહાંગરા, જયેશભાઇ ચાવડા, ભગીરથભાઇ લોખીલ, રમેશભાઇ મુંધવા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, દિવ્યરાજસિંહ જાડેજા, કેતનભાઇ અજાણા, ચતુરભાઇ પરમાર સહિતના દ્વારા કરવામાં આવેલ છે






Latest News