તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે રહેતી યુવતી ગુમ


SHARE











મોરબીના રવાપર ગામે રહેતી યુવતી ગુમ

મોરબી નજીકના રવાપર ગામે ધાયડી વિસ્તારમાં રહેતા બોરીચા પરિવારની યુવતી ઘરેથી કોઈને કંઇ કહ્યા વગર મોડી રાત્રીના ગુમ થઈ જતા ઘરમેળે તપાસ કર્યા બાદ પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રવાપર ગામે ધાયડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ સામતભાઈ ગરચર જાતે બોરીચા (૪૩) નામના આધેડે પોલીસ મથકે જાહેર કર્યું હતું કે તેમની ૨૦ વર્ષીય પુત્રી પૂજાબેન ગત તા.૧૭ ના રાત્રીના બે વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે અને રરિવાર દ્રારા ઘરમેળે શોધખોળ કરવા છતાં પણ ક્યાંય પૂજાબેનનો પતો લાગ્યો નથી.હાલ રમેશભાઈ બોરીચાની ઉપરોકત કેફિયત ઉપરથી સીટી એ ડિવિઝન પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા ગુમસુધા નોંધ દાખલ કરીને ગુમ થયેલા પૂજાબેનની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે. અને આ યુવતી વિષે કોઇની પાસે કોઈ માહિતી હોય તો મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટે અધિકારી જણાવ્યુ  છે

યુવાન સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલી ગાયત્રી સોસાયટીમાં રહેતો સાગર ધીરજલાલ ચૌહાણ નામનો ૩૪ વર્ષનો યુવાન શ્રદ્ધાપાર્ક સોસાયટી તરફથી અમરેલી ગામ તરફ જતો હતો ત્યારે આગળ કંડલા બાયપાસ જુની આરટીઓ કચેરી પાસેના પેટ્રોલ પંપ નજીક તેને બાઈક અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા મોડીરાત્રીના સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.તેમજ કૈલાષ કમલેશભાઈ પરમાર નામનો ૧૮ વર્ષીય યુવાન કારખાનેથી પરત ઘરે જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક પણ સ્લીપ થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવારમાં ખસેડાયો હતો. જ્યારે મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતો દિલીપ રાઘવજીભાઈ પડસુંબીયા નામનો ૪૫ વર્ષીય યુવાન વાવડી ગામ તરફથી મોરબી જીઆઇડીસી તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજા પામેલા દિલીપભાઇને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ફિનાઈલ પી લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામે રહેતા હસમુખ ગેલાભાઈ સાપિયા નામના ૨૦ વર્ષના યુવાને લાલપર નજીક આવેલ સફારી સેનેટરીવેર્સના લેબર ક્વાર્ટરમાં અગમ્ય કારણોસર ફીનાઇલ પી લેતા કિશનભાઇ દ્વારા તેને સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો તેમ તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે અને તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજા આ અંગે તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના કંચનબેન ભાવેશભાઈ પરમાર નામના 42 વર્ષે મહિલા મોરબીના રોડ સુપર માર્કેટ તરફથી ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ રામજી મંદિર પાસે તેઓ એકટીવા માંથી નીચે પડી જતા ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા હાલ બનાવ અંગે એડવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા તપાસ ચલાવી રહ્યા છે.






Latest News