મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

પોલીસ શંકાના દાયરામાં !: ટંકારાના ઇડન હિલ્સમાં મોબાઈલ ફોન ઘરે મૂકીને જુગારીઓ એક જ કારમાં વૈભવી બંગલે જુગાર રમવા માટે આવ્યા ?


SHARE







પોલીસ શંકાના દાયરામાં !: ટંકારાના ઇડન હિલ્સમાં મોબાઈલ ફોન ઘરે મૂકીને જુગારીઓ એક જ કારમાં વૈભવી બંગલે જુગાર રમવા માટે આવ્યા ?

ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે આવેલ ઇડન હિલ્સમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી જોકે જુગારની રેડ કર્યા બાદ ઓફિસિયલ ફરિયાદ નોંધાઈ ગઈ હતી ત્યાર પછી પણ કલાકો સુધી આરોપીઓના નામ કે અન્ય કોઈપણ વિગત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવતી ન હતી જેથી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અને હાલમાં જે ફરિયાદ નોંધાય છે તેમાં મોરબીના જુદા જુદા વિસ્તારોમાંથી જુગાર રમવા માટે આવેલા છ જુગારીઓ એક જ ગાડીમાં જુગાર રમવા માટે આવ્યા હતા કે કેમ તે પણ તપાસનો વિષય છે તે ઉપરાંત જુગારીઓ પાસેથી મોબાઇલ કે અન્ય કોઈપણ કિંમતી સમાન જુગારના કામે પોલીસ દ્વારા કબજે કેમ લેવામાં આવ્યો નથી તેવા પણ સવાલ પોલીસની કામગીરી સામે ઉઠી રહ્યા છે આમ જુગારની રેડ કરવામાં આવ્યા બાદ હાલમાં ટંકારા તાલુકા પોલીસ શંકાના દાયરામાં હોય તેવો ઘાટ સર્જાયો છે

જાણવા મળતી વિગતો પ્રમાણે ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે આવેલ ઇડન હીલ્સ નામ બંગલાઓમા બંગલા નં-૩૨ માં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.આર. હેરભા અને તેની ટીમ દ્વારા ત્યાં ગઈકાલે બપોરના સાડા ચાર વાગ્યાના અરસામાં જુગારની રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપર જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જોકે જુગારની રેડ કરવામાં આવ્યા બાદ તેની ઓફિશિયલ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સવા છ વાગ્યે ફરિયાદ નોંધાઈ ગઈ હોવા છતાં પણ જવાબદાર પોલીસ અધિકારી કે કર્મચારી દ્વારા જુગારીઓના નામ કે અન્ય કોઈપણ વિગત પત્રકારોને આપવામાં આવતી ન હતી જેથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા હતા અને ટંકારા તાલુકા પોલીસ શંકાના દાયરામાં હોય તેવો ઘાટ સર્જાયો હતો જોકે હાલમાં જાણવા મળતી વિગત પ્રમાણે ઇડન હિલ્સમાં પ્રવીણભાઈ કરસનભાઈ પટેલ (ઉંમર ૫૬) રહે. હાલ શાસ્ત્રીનગર મોરબી વાળાના બંગલામા બહારથી માણસોને બોલાવીને જુગાર રમાડતા હતા

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધાઈ છે તેમાં જણાવ્યા મુજબ ઇડન હીલ્સના બંગલા નં-૩૨ માં યોગેશભાઈ નરભેરામભાઈ સરડવા જાતે પટેલ (ઉંમર ૪૪) રહે. પંચવટી સોસાયટી મોરબી, ત્રિભોવનભાઈ લાલજીભાઈ આદ્રોજા જાતે પટેલ (ઉંમર ૫૮) રહે. આસ્થા એપાર્ટમેન્ટ રવાપર રોડ મોરબી, રમેશભાઈ ડાયાભાઈ કાસુન્દ્રા જાતે પટેલ (ઉંમર ૫૭) રહે. ગોકુલનગર રવાપર રોડ મોરબી, પ્રવીણભાઈ હિરજીભાઈ કકાસણીયા જાતે પટેલ (ઉંમર ૪૬) રહે. પંચવટી સોસાયટી મોરબી, નંદલાલભાઈ ભગવાનજીભાઈ વીડજા જાતે પટેલ (ઉંમર ૬૧) રહે. સનાળા રોડ મોરબી અને ઘરધણી પ્રવીણભાઈ કરસનભાઈ પટેલ (ઉંમર ૫૬) જુગાર રમતા મળી આવ્યા હતા અને તેની પાસેથી પોલીસે ૧૫૩૨૦૦ ની રોકડ અને ઇનોવા કાર નં. જીજે ૩ ઈએલ ૦૬૨૯ જેની કિંમત ત્રણ લાખ રૂપિયા આમ કુલ મળીને ૪,૫૩,૨૦૦ નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે

જોકે અહીં સવાલએ ઉભો થાય છે કે સામાન્ય રીતે કોઈપણ જગ્યાએ જુગારની રેડ થઈ હોય તો ત્યાંથી જુગાર રમતા જુગારીઓના મોબાઇલ ફોન તેમજ વાહનો સહિતના મુદામાલને કબ્જે કરવામાં આવે છે પરંતુ ટંકારા પોલીસ દ્વારા જે જુગારની રેડ કરવામાં આવી છે તેમાં જુગારીઓ પાસે મોબાઇલ ફોન હતા નહીં કે કબજે નથી લેવાયા ? તે સવાલ ઉઠી રહ્યો છે તેમજ મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર રહેતા તમામ જુગારીઓ એક જ ગાડીમાં જુગાર રમવા માટે ગયા હતા કે અન્ય વાહનો હતા ? (જો સીસીટીવી કેમેરાના ફૂટેજને ચેક કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેમ છે) તે પણ તપાસનો વિષય છે

આમ પોલીસ વિભાગ દ્વારા ટંકારા તાલુકામાં જુગારની રેડ કરવામાં આવ્યા બાદ કલાકો સુધી જુગારીઓના નામ જાહેર ન થાય અને જુગારની વિગત જાહેર ન થાય તે માટેના બનતા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા જેથી પોલીસ હાલમાં શંકાના દાયરામાં આવી ગઈ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને વર્તમાન ટેકનોલોજીના યુગમાં નાનામાં નાના વ્યક્તિ પાસે પણ આજની તારીખે મોબાઈલ ફોન હોય છે તો પછી વૈભવી બંગલામા જુગાર રમવા માટે આવેલા જુગારી પાસે મોબાઈલ ફોન હતા નહીં કે પછી તેને પોલીસે કબ્જે લીધેલ નથી અને અન્ય કેટલો કિંમતી મુદામાલ કબજે કરવામાં આવે નથી તેની તટસ્થ તપાસ કરવામાં આવે તો આ જુગારની રેડ જાહેર  ન થયા, જુગારીઓના નામ જાહેર ન થાય તેમાં કોને વધુ રસ હતો તે હક્કિત સામે આવે તેમ છે

અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં વીસીપરા, ત્રાજપર, વજેપર કે પછી જીલ્લામાં અન્ય કોઈપણ જગ્યાએ નાના મોટી જુગારની રેડ પોલીસ દ્વારા કરવામાં આવી હોય તો તેની માહિતી તાત્કાલિક જુગારીઓના ફોટો સાથે લોકો સુધી પહોંચે તેના માટે પોલીસ દ્વારા પત્રકારોને આપવામાં આવે છે જો કે, પોલીસ વિભાગ દ્વારા જુગારની સફળ રેડની કામગીરી કરવામાં આવે હતી અને જુગારીઓ સામે  સવા છ વાગ્યે ગુનો નોંધાઈ ગયો હતો તો પણ પોલીસ દ્વારા કેમ પત્રકારોને જુગારની માહિતી આપવામાં આવી રહી ન હતી તે અંગેની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી નહીં અનિવાર્ય છે






Latest News