મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી યાર્ડ સહિત જીલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા રજીસ્ટ્રેશન ચાલુ ન થતાં ખેડૂતો હેરાન


SHARE







મોરબી યાર્ડ સહિત જીલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા રજીસ્ટ્રેશન ચાલુ ન થતાં ખેડૂતો હેરાન

કેન્દ્ર સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન કરવાની જાહેરાત કરવામાં આવી હતી જો કે, હજુ સુધી મોરબી જીલ્લામાં કોઈપણ સ્થળ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું નથી જેથી કરીને ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવવા માટે હાલમાં હેરાન થઈ રહ્યા  છે ત્યારે કયારે રજીસ્ટ્રેશનનું કામ શરૂ થશે તે સવાલ ઊભો થયો હતો

મોરબી સહિત ગુજરાતમાં ચોમાસામાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું અને મગફળી આગામી દિવસોમાં માર્કેટમાં આવશે ત્યાર પહેલા કેન્દ્ર સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન કરવાની જાહેરાત કરવામાં આવી હતી જો કે, હજુ સુધી મોરબી જીલ્લામાં માર્કેટ યાર્ડ કે પછી અન્ય કોઈ પણ સ્થળે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું નથી જેથી કરીને ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવવા માટે હાલમાં હેરાન થઈ રહ્યા છે અને કયારે રજીસ્ટ્રેશનનું કામ શરૂ થશે તે સવાલ ઊભો થયો છે કેમ કે, હાલમાં રાજ્યભરમાં વીસીઇની હળતાલ ચાલી રહી છે જેથી કરીને મગફળી ખરીદીના રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યા નથી અને જો મગફળીના ઉત્પાદનના પ્રમાણમા ખેડૂતોનું સમયસર મગફળીનું વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવે તો મુશકેલીઓ ઊભી થાય તેમ છે જેથી કરીને મોરબી જિલ્લા કિશાન સંઘના પ્રમુખ જીલેશભાઇ કાલરિયા અને ખેડૂત આગેવાનો દ્વારા હાલમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન કરવાની કામગીરીમાં જેટલું મોડુ થાય તેટલો સમય પાછળ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે 






Latest News