મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ગાળા નજીક રમતા રમતા ડોલમાં પડી ગયેલ એક વર્ષની બાળકી સારવારમાં


SHARE







મોરબીના ગાળા નજીક રમતા રમતા ડોલમાં પડી ગયેલ એક વર્ષની બાળકી સારવારમાં

મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા પાસે સીએનજી પમ્પ નજીક રહેતા જગદીશભાઈ મહાવીરની એક વર્ષીય દીકરી લક્ષ્મીબેન રમતા રમતા પાણીની ડોલમાં પડી જતા તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.જયારે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ મોમાઈ ડેરી નજીક રહેતા અલ્પાબેન બીપીનભાઈ સંચાણિયા નામની ૩૭ વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી લેતા તેણીને બેભાન હાલતમાં અહીંની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.અલ્પાબેનનો લગ્ન ગાળો ૧૫ વર્ષનો છે અને હાલ એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

જીવાપર ગામ નજીક અકસ્માત

મોરબી તાલુકાના જીવાપર આમરણ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇકની આડે કૂતરો અચાનક આડું ઉતરતા મોરબીની વૃંદાવન સોસાયટીમાં રહેતા હુસેનભાઇ સઇદુભાઇ ભટ્ટીને ઇજાઓ થતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા સંજય વસંતભાઇ રાણવા (૨૪) મૂળ રહે.રામપર ટંકારા વાળાએ અગમ્ય કારણોસર વધુ પડતી મલ્ટી વિટામિનની ટિકડીઓ ખાઈ લેતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

નવલખી રોડ અકસ્માત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વનાળીયા ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ ઉપર આવેલ દેવરરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા ચંદુલાલ પ્રભુભાઈને ઇજાઓ થવાથી સારવારમાં લઈ જવાયા હતા.જ્યારે મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા વિકાસ બ્રિજવિહારી સિંગ નામના ૨૬ વર્ષેનો યુવાન શોભેશ્વર મહાદેવ મંદિરથી કુબેર ટોકીઝ વચ્ચેના રસ્તે જતો હતો ત્યારે બાઇક અને કાર વચ્ચે થયેલા વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતો બીપીન કાનજીભાઇ પટેલ નામનો ૪૧ વર્ષનો યુવાન પોતાના ઘરેથી વાડીએ બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં કૂતરું આડું ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા બીપીનભાઈને અહીંના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના વીસીપરામાં રોહીદાસપરા નજીક આવેલ વિજયનગરમાં રહેતી દિવ્યાબેન મહેશભાઈ સોલંકી નામની ૨૩ વર્ષીય યુવતીએ તેના ઘેર ભૂલથી ફિનાઈલ પી લેતા સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.






Latest News