મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ગ્રીનચોક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા લોકોની રજુઆત


SHARE











મોરબીના ગ્રીનચોક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા લોકોની રજુઆત

મોરબીના ગ્રીનચોક વિસ્તારોમાં ગેરકાયદે મકાન અને પ્લોટ પચાવી પાડતા હોવાની કલેકટરને રજૂઆત કરવામાં આવેલ છે અને આ વિસ્તારોમાં અશાંત વિસ્તારમાં તંત્રની મંજૂરી વગર કોઇપણ મકાન કે પ્લોટનું વેચાણ ન થાય તેવો હુકમ કરવા માટે માંગ કરવામાં આવી છે

મોરબીમાં ગ્રીનચોકસોની બજારદરબારગઢ સહિતના વિસ્તારમાં તેમજ મધુર ચોકથી ખોડિયાર મંદિર સુધીહનુમાનજીના મંદિર પાસેથી ગરબી ચોક સુધીદરબાર ગઢમહેન્દ્રડ્રાઈવ રોડઅશોકાલય પાસે સહિતના વિસ્તારોમાં એક સમુદાયની વ્યક્તિઓનું ધ્રુવીકરણ મોરબી સ્ટેટ (રજવાડા)ના સમયગાળાથી થયેલ છે. અને જૂના સમયમાં આ વિસ્તારમાં રહેતા લોકો મોરબીના ગૌરવસભર ઈતિહાસમાં મહત્વપૂર્ણ ફાળો છે અને હાલમાં તેઓના વારસદારોના ઘણાખરા પરિવારો આ વિસ્તારમાં છે. પરંતુ વિધર્મી લોકો આ વિસ્તારમાં અયોગ્ય રીતે મકાનોની ખરીદી કરી રહ્યા છે ત્યારે વિધર્મીઓના મકાન ખરીદવાથી વર્ષોથી અહીં રહેતા સમુદાયની વ્યક્તિઓની જનસંખ્યા વિષયક સંતુલન ખોરવાય તેમ છે જેથી સ્થાનિકોએ આ વિસ્તારમાં અશાંત વિસ્તાર જાહેર કરી તંત્રની મંજૂરી વગર કોઇપણ રહેણાંક મકાન કે પ્લોટનું વેચાણ ન થાય તે માટે હુકમ કરવાની માંગ સાથે કલેકટરને સ્થાનિક લોકોએ માંગ કરી છે






Latest News