મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શાકભાજીની આડમાં ગોઠવાયો હતો ગાંજાનો કારોબાર: વધુ ત્રણ આરોપીઓની ધરપકડ


SHARE











વાંકાનેરમાં શાકભાજીની આડમાં ગોઠવાયો હતો ગાંજાનો કારોબાર: વધુ ત્રણ આરોપીઓની ધરપકડ

મોરબી જિલ્લામાં ગાંજાનું હબ વાંકાનેર હોય તેવો ઘાટ સર્જાયો છે કેમ કે, અવારનવાર ત્યાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપાતો હોય છે તેવામાં મોરબી એસઓજીની ટીમ દ્વારા ગાંજાની રેડ કરવામાં આવી હતી ત્યારે લક્ષ્મીપરામાં રહેતી મહિલા સહિતના બે આરોપીઓની પોલીસે ૧૦ કિલો ગાંજા સહિત કુલ મળીને ૧.૧૮ લાખનો મુદામાલ સાથે ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં વધુ ત્રણ આરોપીના નામ સામે આવતા પોલીસે તેને પણ ઝડપી લીધેલ છે અને શાકભાજીની આડમાં વાંકાનેરમાં નશાનો કારોબાર ચાલતો હોવાનું સામે આવ્યું છે

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા અને શહેરી વિસ્તારમાંથી અગાઉ ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો પકડાઈ ચૂક્યો છે અને ત્યારે સુરત સુધીની લીંક ખુલી હતી તેમ છતાં પણ ગાંજાનું વેચાણ હજુ પણ વાંકાનેર શહેરી વિસ્તારની અંદર થતું હોય તેવી બાતમી મળી હતી જેના આધારે મોરબી જિલ્લા એસઓજીની ટીમ દ્વારા વાંકાનેરમાં રેડ કરવામાં આવી હતી અને વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં ગાંજાની રેડ કરી હતી ત્યારે પોલીસે ૧૦ કિલો ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો અને મહિલા આરોપી જુબેદાબેન ઉર્ફે જુબીબેન હનીફભાઇ માડકીયા જાતે ઘાંચી (૬૦) અને ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદભાઇ ઉર્ફે નુરાભાઇ મકવાણા જાતે ઘાંચી (૩૧) રહે.બન્ને વાંકાનેર લક્ષ્મીપરા શેરી નં-૩ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી પોલીસે ૧,૦૦,૦૦૦ નો ગાંજો તથા રોકડા રૂપીયા ૧૫૫૦૦, ઇલેકટ્રીક વજન કાંટો જેની કિંમત ૨૦૦, બે મોબાઇલ ૨૫૦૦ રૂપિયા અને પ્લાસ્ટીકની કાળી કોથળીઓ મળીને પોલીસે ૧,૧૮,૨૦૦/- નો મુદામાલ કબજે કર્યો હતો અને આ આરોપીઓની પૂછપરછમાં જેના નામ સામે આવ્યા હતા તે આરોપી અલીમામદભાઇ હનીફભાઇ માડકીયા જાતે ઘાંચી, ઇરફાન નુરમામદ મકવાણા અને નુરમામદ હાજીભાઇ મકવાણા જાતે ઘાંચી રહે. બધા જ વાંકાનેર લક્ષ્‍મીપરા વાળાને ઝડપી લેવામાં આવેલ છે અને માલ આપનાર અબ્દુલ યુસુફભાઇ સૈયદ રહે. મફતીયા પરા અંબાજી ચોક સુરેન્‍દ્રનગર વાળાને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે અને હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એકટની કલમ ૮(સી), ૨૦ (બી), ૨૯ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને આ આરોપીઓ શાકભાજીની સાથે વહેલી સવારે ગાંજાનું વેચાણ કરતાં હોવાની સામે આવ્યું  છે વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં જે આરોપીને આ નશાના કારોબારમાં પોલીસે પકડ્યા છે તે બધા જ વાંકાનેરના એક  સામાજિક કાર્યકરના સંપર્કમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે જો કે, પોલીસ તપાસમાં શું અને કેટલું બહાર આવે છે તે તો આગામી સમય જ બતાવશે






Latest News