મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની મેડિકલ કોલેજચાલુ વર્ષથી જ શરૂ થશે: બ્રિજેશભાઇ મેરજા


SHARE







મોરબીની મેડિકલ કોલેજચાલુ વર્ષથી જ શરૂ થશે: બ્રિજેશભાઇ મેરજા

મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવી છે તેને ચાલુ શૈક્ષણિક વર્ષથી જ શરૂ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના ધારાસભ્ય અને રાજીના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ છે કે, ચાલુ વર્ષથી મોરબીની સરકારી મેડિકલ કોલેજની શરૂ થવાની છે અને ૧૦૦ સીટની પ્રથમ બેચ હશે.

મોરબીમાં રેલવે સ્ટેશન પાસે આવેલ ગીબ્સન મિડલ સ્કૂલ ખાતે મોરબી જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ કાર્યરત થવાની છે તેના માટે તૈયારીઓ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આ કોલેજ શનાળા ગામ પાસે બનાવની છે જો કે, રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ આ કોલેજ માટે અંગત રસ લઈને રાજ્યકક્ષાએ તથા કેન્દ્ર કક્ષાએથી ફોલોઅપ લૂધુ હતું જેથી નેશનલ મેડિકલ કમિશન- ન્યુ દિલ્હી દ્વારા મોરબી મેડિકલ કોલેજને ૧૦૦ સીટની પ્રથમ બેચ ઓક્ટોબરથી ચાલુ કરવાની મંજૂરી મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગત તા. ૨ ના રોજ જ મેડિકલ કોલેજ માટે વર્ચ્યુઅલ ઇન્સ્પેકશન થયું હતું. આ સાથે મંત્રી બ્રિજેશભાઈએ સમીક્ષા પણ કરી હતી. અને હાલમાં પ્રથમ બેચને મંજૂરી મળતા મંત્રી બ્રિજેશભાઈએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલકેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો મોરબીવાસીઓ વતી આભાર માન્યો છે.






Latest News