મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં પીએસીએલ કંપનીના એજન્ટો-રોકાણકારો કાલે આવેદનપત્ર પાઠવશે


SHARE







મોરબીમાં પીએસીએલ કંપનીના એજન્ટો-રોકાણકારો કાલે આવેદનપત્ર પાઠવશે

મોરબીમાં લોકોએ નાણાની બચત કરવા માટે પીએસીએલમાં રૂપિયા રોક્યા હતા અને ઘણા લોકો તેમાં એજન્ટ તરીકે કામ પણ કરતાં હતા ત્યારે સેબીએ તેના ઉપર રોક લગાવી દેતા વર્ષ ૨૦૧૬ થી ઘણા લોકોના નાણાં તેમાં ફસાઈ ગયા છે જેથી કરીને કાલે મોરબીમાં કંપનીના એજન્ટો અને રોકાણકારો દ્વારા કલેકટર અને એસપીને તેમજ રાજ્યમંત્રીને આવેદનપત્ર પાઠવશે.

મોરબીમાં ઘણા એજન્ટ પીએસીએલનું કામ કરતાં હતા જો કે,કંપની ઉપર સેબીએ રોક લગાવી દેતા અનેક લોકોના નાણાં તેમાં ફસાઈ ગયા છે જેથી કરીને સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૦ થી ૧૫ હજાર રૂપિયા સુધીના પેમેન્ટ ઓનલાઇન થઇ રહ્યા છે. પરંતુ અનેક રોકાણકારોને હજુ નાણાં પરત મળ્યા નથી જેથી કરીને એજન્ટોને ધમકી મળી રહી છે જેથી કાલે મોરબીના એજન્ટો અને રોકાણકારો કલેકટર અને એસપીને તેમજ રાજ્યમંત્રીને આવેદનપત્ર આપવાના છે






Latest News