મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

એસઓજીનો સપાટો: વાંકાનેરમાં આસરે સાત કિલો કરતાં વધુ ગાંજાના જથ્થા સાથે આરોપી ઝડપાયા


SHARE







એસઓજીનો સપાટો: વાંકાનેરમાં આસરે સાત કિલો કરતાં વધુ ગાંજાના જથ્થા સાથે આરોપી ઝડપાયા

મોરબી જિલ્લામાં ગાંજાનું હબ વાંકાનેર હોય તે રીતે અવારનવાર ત્યાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપાતો હોય છે તેવામાં મોરબી એસઓજીની ટીમ દ્વારા ગાંજાના જથ્થા સાથે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે અંદાજે સાત કિલો કરતાં વધુ ગાંજાનો જથ્થો એસઓજીની ટીમ દ્વારા પકડવામાં આવ્યો છે તેવી ચર્ચા છે અને મોડી રાત સુધીમાં વાંકાનેર ખાતે ફરિયાદ નોંધાઈ તેવી શક્યતા છે

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા અને શહેરી વિસ્તારમાંથી અગાઉ ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો પકડાઈ ચૂક્યો છે અને ત્યારે સુરત સુધીની લીંક ખુલી હતી તેમ છતાં પણ ગાંજાનું વેચાણ હજુ પણ વાંકાનેર શહેરી વિસ્તારની અંદર થતું હોય તેવી બાતમી મળી હતી જેના આધારે મોરબી જિલ્લા એસઓજીની ટીમ દ્વારા વાંકાનેરમાં રેડ કરવામાં આવી હતી અને સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં ગાંજાની રેડ આજે સવારથી એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવી છે અને વાંકાનેરના કોઈ પણ વિસ્તારમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરવામાં આવ્યો હોય તો તેને રિકવર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે

બીના આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગાંજાના જથ્થા માટે થઈને જે રેડ કરવામાં આવી છે ત્યાંથી અંદાજે સાતેક કિલો જેટલો ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે અને બે થી ત્રણ જેટલા આરોપીને કબજામાં લઈને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે અને કયા કયા વિસ્તારમાં ગાંજાની સપ્લાય કરવામાં આવી રહી છે તેમજ ક્યાંથી ગાંજાનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો તે દિશામાં પણ હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને મોડી રાત સુધીમાં વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાઈ તેવી શક્યતા છે

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાંથી તાજેતરમાં જ ડુપ્લીકેટ ચલણી નોટ છાપવાના ગુનામાં રાજસ્થાન પોલીસ દ્વારા બે આરોપીને પકડી જવામાં આવ્યા છે અને અગાઉ વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાંથી ગાંજાના મોટા પ્રમાણમાં જથ્થા ઝડપાયા છે ત્યારે વાંકાનેરમાં નશીલા પદાર્થનું વેચાણ સહિતના ગોરખ ધંધા મોટા પ્રમાણમાં થતા હોય તેવું ચર્ચાઇ રહ્યું છે






Latest News