મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના વીસી ફાટક પાસે અકસ્માત સર્જી વૃદ્ધનું મોત નિપજાવનારની ધરપકડ


SHARE







મોરબીના વીસી ફાટક પાસે અકસ્માત સર્જી વૃદ્ધનું મોત નિપજાવનારની ધરપકડ

મોરબીના વીસી ફાટક પાસે થોડા દિવસો પહેલા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇલેક્ટ્રીક બાઈક લઈને જતા પટેલ વૃદ્ધને છોટા હાથીના ચાલકે હડફેટે લીધા હતા જેથી ઇજાગ્રત વૃદ્ધને રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું.જે બનાવમાં અકસ્માત સર્જનાર વાહન ચાલકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર નાની કેનાલ પાસે ઉમિયાનગર સોસાયટીમાં રહેતા જગજીવનભાઈ કેશવલાલ કૈલા પટેલ નામના ૬૦ વર્ષના વૃદ્ધ વીસી ફાટક સર્કલ નજીકથી તેમનુ ઇલેક્ટ્રિક મોપેડ લઇને જતા હતા ત્યાં છોટા હાથીના ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ થવાથી તેમને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું જે અંગે નોંધાવવામાં આવેલ ફરિયાદમાં તપાસ અધિકારી એ.એમ.જાપડીયા દ્વારા રમીઝ યાસીન સુથાર જાતે ઘાંચી (૩૧) રહે.મીરા પાર્ક સોસાયટી વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી.

અજાણ્યો યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ઓવર બ્રિજ નજીક આવેલ માલધારી હોટલ પાસેથી આશરે ચાલીસ વર્ષીય યુવાનને બેભાન હાલતમાં ૧૦૮ વડે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેથી બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના ભવાની ચોક વાંકાનેર દરવાજા પાસે રહેતો સાહિલ મહંમદહુસેન દાવલિયા નામનો ૧૨ વર્ષનો બાળક બાઇકમાં બેસીને જતો હતો ત્યારે જેલ રોડ ઉપર તે બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો જય જશવંતભાઈ છનીયારા નામનો ૨૭ વર્ષીય યુવાન ટંકારા પાસે હતો.ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થવાથી સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબી-ટંકારા હાઇવે ઉપરથી અજાણ્યા યુવાનને માથા તથા જમણા હાથે ઇજાગ્રત હાલતમાં ૧૦૮ વડે અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેથી પોલીસે બંને બનાવો અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News