મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં એપાર્ટમેન્ટનું નબળું બાંધકામ કરનાર બિલ્ડરને રીપેરીંગ કરવા ગ્રાહક તકરાર કોર્ટનો હુકમ


SHARE







મોરબીમાં એપાર્ટમેન્ટનું નબળું બાંધકામ કરનાર બિલ્ડરને રીપેરીંગ કરવા ગ્રાહક તકરાર કોર્ટનો હુકમ

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કામધેનુ નજીક આવેલ સતનામ્ હાઇટ્સ એપાર્ટમેંટ બનાવવામાં આવેલ છે જેના વીસ ફલેટમાં નુકશાન થયું છે જેથી કરીને ફ્લેટના માલિકોને બીલ્ડરને રજૂઆતો કરી હતી પરંતુ બિલ્ડરે ધ્યાન ન આપતા મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કર્યો હતો અને ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં તેનો કેસ કરવામાં આવેલ હતો જેથી કન્ઝ્યુમર કોર્ટે બિલ્ડરને સંતોષકારક બાંધકામ કરવા માટે અને રીપેરીંગ કરી આપવાની સાથે દરેક ફલેટ ધારકને બે-બે હજાર રૂપિયા અપવાનો હુકમ કરેલ છે.


મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવ્યુ છે કે, સરકારના હુકમ પ્રમાણે ગ્રાહક સુરક્ષામાં બીલ્ડર તથા ડોકટરોને સમાવી લેવામાં આવેલ છે જેથી આ એક કેસમાં મોરબી બાયપાસ રોડે આવેલ સતનામ્ હાઇટ્સના ૨૦ ફલેટ ધારકોને ન્યાય મળેલ છે અને બીલ્ડરે નબળી કામગીરી કરી હોવાથી તેની સામે કાર્યવાહી કરવામાં આવેલ છે અને વધુમાં લાલજીભાઇ મહેતાએ જણાવ્યુ છે કે, ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં બનળી કામગીરી કરનારા બિલ્ડરોની સામે ફરિયાદ મળે તો કાર્યવાહી થઈ શકે છે જેથી આવો પ્રશ્ન કોઈ પણ વિસ્તારમાં ફ્લેટ ધારકોને હોય તો તેમણે મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો  સંપર્ક કરવા માટે કહ્યું છે






Latest News