મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં જુગારની બે રેડ : પાંચ જુગારી પકડાયા


SHARE







મોરબી અને વાંકાનેરમાં જુગારની બે રેડ : પાંચ જુગારી પકડાયા

મોરબી શહેર અને વાંકાનેરમાં જુદી-જુદી જુગારની બે  જગ્યાએ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૦,૪૮૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વાંકાનેરમાં આવેલ દોશી હોસ્પિટલ પાછળ બાવળની ઝાડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર રમણીકભાઈ જીવાભાઈ ગેલડીયા જાતે કોળી (૩૭) અને રાજેશભાઈ હેમુભાઈ સરવૈયા જાતે કોળી (૩૯) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૫૩૩૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ મુરલીધર હોટલની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર ભુપતભાઈ નાગજીભાઈ વિકાણી (૩૨), પ્પપી નાગજીભાઈ વિકાણી (૩૩) અને જગદીશભાઈ હેમાભાઈ પરમાર (૨૪) જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૫૧૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News