હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

નવલખી બંદરે ખોટા ગેટ પાસનો ઉપયોગ કરીને ૩.૧૫ લાખના કોલસાની છેતરપીંડી: બે સામે ફરિયાદ


SHARE











નવલખી બંદરે ખોટા ગેટ પાસનો ઉપયોગ કરીને ૩.૧૫ લાખના કોલસાની છેતરપીંડી: બે સામે ફરિયાદ

મોરબીના નવલખી બંદરે આવતા કોલસમાંથી કોલસાના જથ્થાની ચોરી કરવામાં આવે અથવા તો છેતરપિંડી કરવામાં આવે તેવી અગાઉ અનેક વખત સામે આવ્યું છે તેવામાં વધુ એક વખત છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ માળીયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશને નોંધાઈ છે જેમાં શ્રીજી કંપનીએ મંગાવેલ કોલસામાંથી ૩૫ ટન કોલસો ટ્રકમાં ભરીને નવલખી બંદરે ગેટપાસ ખોટો હોવા  છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી કરીને ૩.૧૫ લાખની છેતરપીંડી કરી હોવાની બે શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવ્યા પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જામનગરના વિજયનગર જકાતનાકા પાસે રહેતા અને હાલ મોટા દહીસરા ધર્મેન્દ્રભાઇના મકાનમા રહેતા અનીલભાઇ વશરામભાઇ સવાણી જાતે રાજગોર બ્રામણ (૨૬)એ ટ્રક નં. જીજે ૩૬ ટી ૫૧૯૧ ના ડ્રાઇવર જયપ્રકાશ મુનાલાલ રહે. ઇમલીયા તાલુકો ભીંડ (મધ્યપ્રદેશ) હાલ મોરબી તથા રાજભાઇ પટેલ રહે. મોરબી વાળાની સામે માળીયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા ૨૧/૦૫/૨૦૨૨ ના આઠેક વાગ્યાના અરસામાં નવલખી પોર્ટ પર આઉટ ગેટ ઉપર આરોપીઓ ટ્રક નંબર જીજે ૨ એક્સ એક્સ ૩૦૨૩ વાળી ગાડીનો આઉટ ગેટપાસ હોવાનુ જાણતા હોવા છતા કોઇપણ રીતે આઉટ ગેટ પાસ જમા કરાવેલ માટે આઉટ ગેટપાસ મેળવીને ટ્રક નં- જીજે ૩૬ ટી ૫૧૯૧ વાળી ગાડીમાં કોલસો ભરી લઇ જતાં હતા જેથી અગાઉથી ગુનાહીત કાવતરુ રચી આરોપીએ પોતાના હવાલાવાળી ટ્રક નં- જીજે ૩૬ ટી ૫૧૯૧ માટે ગેટપાસ ખોટો હોવાનુ જાણતા હોવા છતા ખરા તરીકે ઉપયોગ કરીને ટ્રકમા ૩૫ ટન કોલસો ભરીને ૩,૧૫,૦૦૦ નો કોલસો છેતરપીંડી કરીને મેળવી લીધો હતો જેથી કરીને હાલમાં શ્રીજી કંપનીના કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી કલમ ૪૬૫, ૪૭૧, ૪૨૦, ૧૨૦બી, ૩૪ મુજબ ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News