મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મહીલા પોલીસે ત્રણ વર્ષના ભુલા પડેલા બાળકનું માતા-પિતા સાથે મિલન કરાવ્યું 


SHARE







મોરબીમાં મહીલા પોલીસે ત્રણ વર્ષના ભુલા પડેલા બાળકનું માતા-પિતા સાથે મિલન કરાવ્યું 

મોરબીમાં મહીલા પોલીસની ટીમે પરિવારથી અલગ થયેલા ત્રણ વર્ષના બાળકને તેના પરીવારને શોધીને સુપ્રત કર્યો હતો.મોરબી મહિલા પોલીસ સ્ટેશનની 'સી' ટીમના સભ્યો મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન શહેરના મકરાણીવાસ મેઇન રોડ ઉપર મજુર પરીવારનુ આશરે ત્રણ વર્ષીય બાળક રોડ ઉપર એકલુઅટુલુ રડતુ મળી આવ્યુ હતુ.જેથી સ્ટાફના ડી.એન દવે, એન.એચ.છૈયા, જયદીપભાઇ ગઢવી, વિલાસબેન સાકરીયા, ભાવીકાબેન માલવણીયા સહીતની સી ટીમે બાળકને પુછપરછ કરી હતી.

પરંતુ બાળકને બોલતા આવડતુ ન હોવાથી બાળકના વાલી અંગે તપાસ કરતા બાળકના વાલીનો પતો લાગ્યો ન હતો માટે બાળકને મહીલા પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ ત્રણેક કલાકની શોધખોળના અંતે પરીવારની ભાળ મળી હતી. મુળ મધ્યપ્રદેશના ઇટાવાના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ સ્મશાનની બાજુમાં ગૌશાળા પાસે રહીને વાવડી ગામના દીનેશભાઇ ભારમલભાઇ હુબલને ત્યાં  મજુરી કામ કરતા શાનુભાઇ માંગુભાઇ ભુરીયાનો ત્રણ વર્ષીય પુત્ર રાજવીર સાંજના સમયે તેની માતા ઘરકામ કરતી હતી તે દરમિયાનમાં રમતા-રમતા નીકળી ગયો હતો.જેથી પુછપરછ અને ખાત્રી કરીને બાળક રાજવીરને તેના મા-બાપને સોંપી આપ્યો હતો.






Latest News