મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરીને ભગાડી ગયેલા યુવાનના પરિવારને સમજાવવા ગયેલા પિતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં દીકરીને ભગાડી ગયેલા યુવાનના પરિવારને સમજાવવા ગયેલા પિતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં ગુનો નોંધાયો

માળીયા મિયાણાના જુના ઘાટીલા ગામે રહેતા આધેડની દીકરીને ભગાડી જઈને લગ્ન કરી લેનારા યુવાનના ઘરે જઈને દીકરીના પિતાએ તેઓની દીકરીને છુટાછેડા કરાવીને પરત સોંપી આપવા કહ્યું હતું ત્યારે દીકરીના પિતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવેલ હતા જેથી તેને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણાના જુના ઘાટીલા ગામે રહેતા કેશવજીભાઇ ત્રીકમભાઇ ચાવડા જાતે અનુજાતી (ઉ.૫૦)એ અમ્રુતભાઇ પરમાર, અમ્રુતભાઇની પત્ની, અમ્રુતભાઇનો મોટો દિકરો, અમ્રુતભાઇના મોટા દિકરાની પત્ની, અમ્રુતભાઇના નાના ભાઇ ભરતભાઇ પરમાર અને અમ્રુતભાઇના બીજા નાના ભાઇ રહેબધા વાઘપરા શેરી નં-૮ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૧૯/૧૧/૨૦૨૧ ના સવારના સાડા દસેક વાગ્યાના અરશામા મોરબીના વાઘપરા શેરી નં-૮ મા આરોપી અમ્રુતભાઇના રહેણાંક મકાન પાસે જાહેર શેરીમા અમ્રુતભાઇના દીકરા ધીરેન ફરીયાદીની દિકરી મીનાને ભગાડીને લઈ ગયો હતો અને રજીસ્ટર મેરેજ કરી લીધેલ છે જે બાબતે ફરીયાદી તથા સાહેદો અમ્રુતભાઇના ઘરે પોતાની દિકરી મીનાને છુટાછેડા કરાવી પરત સોંપી આપવા માટે સમજાવા ગયા હતા ત્યારે તમામ આરોપીઓએ એક સંપ કરી ફરીયાદી તથા સાહેદોને તેમના રહેણાંક મકાનની બહાર કાઢી જાહેરમા જ્ઞાતી પ્રત્યે હડધુત કર્યા હતા જેથી પોલીસે હાલમાં આઇ.પી.સી કલમ ૧૪૩ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧) (આર) (એસ)૩(૨) (૫) (એ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News