મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રીના જન્મદિને કાલે હળવદમાં હૃદયની તપાસનો નિ:શુલ્ક કેમ્પ


SHARE











મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રીના જન્મદિને કાલે હળવદમાં હૃદયની તપાસનો નિ:શુલ્ક કેમ્પ

મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રીના જન્મ દિવસની સેવાકીય પ્રવૃતિ સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને હળવદના બસ સ્ટેશન પાસે આવેલ રાજોધરજી હાઇસ્કુલ ખાતે હૃદયની તપાસનો નિ:શુલ્ક કેમ્પ રાખવામા આવેલ છે

મોરબીની આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના ડોક્ટરો સાહિરની ટીમના સહયોગથી મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે હૃદયની તપાસનો નિ:શુલ્ક કેમ્પ રાજોધરજી હાઇસ્કુલ ખાતે તા ૨૮ ને ગુરુવારના રોજ સવારે ૧૦ થી ૧ સુધી રાખવામા આવેલ છે ત્યારે  આ કેમ્પમાં દરેક દર્દીને ઇસીજી એટલે કે હૃદયની પટ્ટીઆરબીએસ એટલે કે ડાયાબીટીસ અને બીપી એટલે કે બલ્ડ પ્રેશરની તપાસ ફ્રીમાં કરી આપવામાં આવશે. અને જરૂરિયાત મંદ દર્દીઓ માટે આયુષ હોસ્પિટલમાં ૨ ડી ઈકો એટલે કે હૃદયની સોનોગ્રાફીએન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી એટલે કે હૃદયમાં બાલુન બેસાડવાની સુવિધા ઉપલબ્ધ છે. અને માં કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત આયુષ હોસ્પીટલમાં હૃદયની તમામ સારવાર ફ્રી માં થશે જેથી કરીને આ કેમ્પનો વધુમાં વધુ જરૂરિયાતમંદ દર્દીઓને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે અને વધુ માહિતી માટે ૭૫૭૫૦ ૮૮૮૮૫ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News