મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના યંગ ઇન્ડિયા મહિલા ગ્રુપ દ્વારા મહિલા દિવસે રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વક્તવ્યનું આયોજન


SHARE











મોરબીના યંગ ઇન્ડિયા મહિલા ગ્રુપ દ્વારા મહિલા દિવસે રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વક્તવ્યનું આયોજન

આગામી ૮ માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિંગ દ્વારા ૮ મી માર્ચે વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.નારી શક્તિની ભાવવંદના કરવા અને સ્ત્રી શક્તિનો અવતાર ગણાતી નારીનું સ્વમાન જળવાઈ અને સમાજમાં મોભાદાર સ્થાન મેળવે તે હેતુસર આ ઉમદા પહેલ કરવામાં આવેલ છે.

મોરબીમાં યંગ ઇન્ડિયા મહિલા ગ્રુપ દ્વારા ૮ માર્ચે વિશ્વ મહિલા દિવસની વિશેષ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિશ્વ મહિલા દિન નિમિત્તે ૮ મી માર્ચને મંગળવારે, સાંજે ૪:૩૦ કલાકે સ્કાય મોલ શનાળા રોડ ખાતેથી મહિલાઓની "શક્તિ વંદના" રેલી યોજાશે.જે શહેરના રાજમાર્ગો પર ફરી ટાઉનહોલ ખાતે પોહચશે.રેલીમાં જીપ, કાર, બુલેટ, બાઈક, સ્કૂટર સાથે મોટી સંખ્યા મહિલાઓ જોડાશે. તેમજ રેલીમાં સ્ત્રી શક્તિના પાત્રોની વેશભૂષા સાથે બાળાઓ અને મહિલાઓ જોડાશે.રેલી બાદ ટાઉનહોલ ખાતે સાંજે ૫'૩૦ થી ૭ વાગ્યા સુધી મહિલાઓ માટે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહિલા જાગૃતિ વિષયો ઉપર તજજ્ઞોનું વક્તવ્ય યોજાશે.યંગ ઇન્ડિયા મહિલા ગ્રુપ દ્વારા મહિલા દિવસ નિમેત્તે યોજાનાર શક્તિ વંદના રેલીમાં તેમજ રેલી બાદના ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં તમામ મહિલાઓને જોડાવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. શક્તિ વંદના રેલીમાં કાર, બાઈક સાથે જોડાવાની ઈચ્છા ધરાવતી મહિલાઓ તેમજ આ રેલીમાં વેશભૂષા સાથે પોતાની બાળાઓ અને પરિવારની મહિલાઓને ભાગ લેવા માટે તેમજ વધુ વિગત માટે રંજનબેન (મો.95120 85444), ધરતીબેન (મો.98259 41704), વિશાખાબેન (મો.99251 08743) અથવા મયુરીબેન (મો.92759 51954) પાસે નામ નોંધાવશો તેમ જણાવાયેલ છે.

યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ આ અંગે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં નારી પૂજનીય ગણાય છે અને માતા, બહેન, પત્ની એમ અલગ સ્વરૂપે મહિલાઓ કુટુંબને સ્વર્ગ બનાવે છે.કુટુંબને સુખી રાખવા દરેક મહિલા પોતાનું અસ્તિત્વ ભૂલીને જાતને સમર્પિત કરી દે છે.આવી દેવી શક્તિને ક્યારેય આપણે સારા બે શબ્દો પણ કહી શકતા નથી.ત્યારે નારી શક્તિની ગરીમાની ભાવવંદના કરવા મહિલા દિવસ નિમિત્તે સાથે મળીને મહિલાઓનો આદર સત્કાર કરીને તેઓને મનગમતા ક્ષેત્રે આગળ વધવાની તક મળે તેવા પ્રયાસો કરીએ અને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે યંગ ઇન્ડીયા ગૃપના મહિલા ગ્રુપ દ્વારા યોજનાર આહામી કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં હાજર રહીને નારી શક્તિને બીરદાવવા આહવાન કરેલ છે.






Latest News