મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના આરોગ્યનગરમાં યુવાનને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE





વાંકાનેરના આરોગ્યનગરમાં યુવાનને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરના આરોગ્યનગર ની અંદર રહેતા યુવાનને માનસિક બીમારી હોય તેની દવા ચાલી રહી હતી અને તે સતત ટેન્શનમાં રહેતો હતો દરમિયાન તેણે પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરના આરોગ્ય નગર શેરી નંબર-૯ ની અંદર રહેતા તરુણભાઈ મનસુખભાઈ ધામેલીયા (ઉંમર ૨૭) ને માનસિક બીમારી હોય તેની દવા ચાલુ હતી અને તે સતત ટેન્શનમાં રહેતો હતો દરમિયાન તેણે પોતાની જાતે પોતાના ઘરની અંદર જ ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ત્રણ બોટલ દારૂ

મોરબી શહેરના વસંત પ્લોટ શેરી નંબર બે માંથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪૭૧૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા જાતે દરબાર (ઉંમર ૩૦) રહે. દાઉદી પ્લોટ શેરી નં. -મોરબી વાળા ની ધરપકડ કરી છે અને તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે

 






Latest News