મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની ઘોડાધ્રોઈ નદી ઉપર બ્રિજનું કામ યોગ્ય રીતે ન થાય તો આંદોલન: ચકમપર પંચાયત


SHARE







મોરબીની ઘોડાધ્રોઈ નદી પર બ્રિજનું કામ યોગ્ય રીતે ન થાય તો આંદોલન: ચકમપર પંચાયત

મોરબીની ઘોડાધ્રોઈ નદી પર ચકમપર ગામ પાસે બ્રિજ બનાવવાનું કામ ચાલુ છે જેમાં અગાઉ ભ્રષ્ટાચારની ફરિયાદ પણ કરવામાં આવી હતી અને હાલમાં ચકમપર ગ્રામ પંચાયતે બ્રિજના કામની ૧૧ માસની મુદત પૂરી થઈ ગયેલ છે તો પણ કામ અધુરું છે માટે જવાબદાર અધિકારીઓએ પગલા ન લેતા ઉચ્ચ અધિકારીને બેદરકાર અધિકારી સામે પગલાં લેવા માટે રજૂઆત કરેલ છે અને કામમાં ધ્યાન આપવા માંગ કરી છે

ચકમપર ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ચકમપ-જીવાપર વચ્ચે આવેલ ઘોડાધ્રોઈ નદી ઉપર અમદાવાદની કોન્ટ્રાક્ટ એજન્સી શક્તિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ૧૧ માહિનામાં બ્રિજ બનાવવા માટે ૨૦૧૯ માં કામ આપવામાં આવ્યું હતું જો કે, હજુ સુધી કામ પૂરું થયું નથી ત્યારે માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓના અણઘડ વહીવટને કારણે બ્રિજનું કામ પૂરું થયું ન હોવાથી લોકો હેરાન થાય છે ત્યારે બેદરકાર અધિકારી સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરેલ છે અને બ્રિજના બિમનું કામ હલકી કક્ષાના મટીરીયલ વાપરીને કર્યું છે જેથી ભવિષ્યમાં આ નવો પુલ બિન સલામત થાય તેવી શક્યતા છે જેથી પુલનું યોગ્ય રીતે કામ કરવામાં આવે તેવી રજૂઆત કરેલ છે અને જો યોગી રીતે કામ નહીં કરવામાં આવે તો ગામ લોકોને સાથે રાખી કલેક્ટર કચેરીએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

 






Latest News