મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડની તાત્કાલિક મરામત કરવા સરકારમાં માજી ધારાસભ્યએ કરી રજૂઆત


SHARE







મોરબીના જેતપર રોડની તાત્કાલિક મરામત કરવા સરકારમાં માજી ધારાસભ્યએ કરી રજૂઆત

મોરબીથી અણીયારી સુધીના જેતપર રોડનું સત્વરે મરામત કામ થાય અને મરામત માટે ફાળવાયેલા નાણાનો ત્વરિત ઉપયોગ થાયતે માટે માજી ધારાસભ્યએ રજૂઆત કરી છે સાથોસાથ ફોરલેન બનાવવાની મંજુરીની કાર્યવાહીમાં ઝડપ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે

મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની યાદી જણાવે છે કે મોરબી જેતપર રોડ જ્યારે સાવ સાંકડો હતો ત્યારથી તેઓ આ રોડ પર મોટરસાયકલ કે અન્ય વાહનો દ્વારા આવન-જાવન કરે છે. આ રોડ પર બંધ થઈ ગયેલી મોરબી-ઘાટીલા ટ્રેનના પાટા હટાવવા, રોડ પહોળો કરાવવા,નાળા પુલીયા બનાવવા પરિણામલક્ષી પ્રયત્ન કર્યા છે. મોરબી જેતપર અણીયારી રોડ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં છે ત્યારે આ રોડ પરના વસતા ગ્રામજનોની તેમજ વ્યવસાયકારીઓની સવલત માટે મંજૂર થયેલા ૫૦ લાખના અનુસંધાનમાં આ રોડ ત્વરિત મરામત કરાવવા તથા આ રોડ ફોરલેન બનાવવાનું અંદાજે ૧૧૯ કરોડના ખર્ચે જે કામ મંજુર થયેલ છે તેની વહીવટી મંજૂરી, ટેન્ડર પ્રક્રિયા, વર્ક ઓર્ડર વિગેરેની કાર્યવાહી બનતી ઝડપથી પૂર્ણ થાય તે માટે સરકારમાં રજૂઆત કરી છે અને સંબંધિત અધિકારી સાથે ચર્ચા કરી છે. 






Latest News