મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના ૩૫૦ થી વધુ બાળકોને દિવાળી નિમિત્તે નવાં કપડાંનું વિતરણ કરાયું મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીથી મહેશભાઇ રાજકોટિયા-વસિમભાઇ મન્સૂરી દિલ્હી ઈન્ડિયા ગઠબંધન મહારેલીમાં પહોચ્યા ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં 32 લાખનો ફાળો એકત્રિત થયો મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળામાં આજે લોક ડાયરાનું આયોજન મોરબીના ડૉ. જયેશ સનારિયાને ગુજરાત સ્ટેટ IMA દ્વારા રાજ્ય કક્ષાનો ડૉ. કે.જે. નથવાણી–સોશિયો મેડિકલ એવોર્ડ 2026 એનાયત મોરબી મહાસંઘના હોદેદારોએ પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કર્યા શિક્ષકોના પ્રશ્નો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સિરામિક ઉદ્યોગને લગતા પ્રશ્નોની વહેલી તકે નિરાકરણ લાવવા મંત્રી ત્રિકમભાઈ છાંગાની ખાતરી


SHARE









મોરબી સિરામિક ઉદ્યોગને લગતા પ્રશ્નોની વહેલી તકે નિરાકરણ લાવવા મંત્રી ત્રિકમભાઈ છાંગાની ખાતરી

મોરબી સિરામિક ઉદ્યોગમાં વીજળી, પાણીની સમસ્યા તેમજ ઉદ્યોગને અસર કરતા અન્ય મહત્વના પ્રશ્નો અંગે રાજ્યકક્ષાના મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તેઓએ તમામ પ્રશ્નોની વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.

મોરબીના જેતપર રોડ ઉપર મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજ એરવાડિયાનું બ્લુઝોન ફેક્ટરી આવેલ છે ત્યાં ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી તથા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા આવ્યા હતા તેઓની સાથે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ભાજપના મહામંત્રી અરવિંદભાઈ વાસદડિયા, મહામંત્રી તપનભાઈ દવે સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોરબી સિરામિક ઉદ્યોગના આગેવાનો અને એસો.ના હોદ્દેદારો તેમજ જેટકો અને પીજીવીસીએલના અધિકારીઓ હાજર રહ્યા હતા અને વિવિધ પ્રશ્નો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને વીજળીમાં આવતા અવરોધો અને વીજળીની વધતી જરૂરિયાતને પહોંચી વળવા નવી વીજલાઈનો અને સબસ્ટેશનોનું નિર્માણ, જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમયસર વિકાસ, પાણીની સમસ્યા તેમજ ઉદ્યોગને અસર કરતા અન્ય મહત્ત્વના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઉદ્યોગના પ્રશ્નોને હકારાત્મક અભિગમથી સાંભળી, તેનો વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.




Latest News